43 વર્ષીય આ ઘાતક ખેલાડી પર મેગા ઓક્શનમાં CSK લગાવશે કરોડોની બોલી…

આઇપીએલની 15મી સિઝન શરૂ થાય તે પહેલા 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગ્લોર ખાતે ભવ્ય મેગા ઓક્શનનું આયોજન થવા જઇ રહ્યું છે. આઇપીએલની આ સીઝનમાં અમદાવાદ અને લખનઉ બંને નવી ટીમો સ્પર્ધામાં જોડાશે. મેગા ઓક્શન પહેલા તમામ જૂની ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના નામ જાહેર કર્યા છે.

આઇપીએલના ઇતિહાસમાં દેશમાં પ્રથમ વખત મેગા ઓક્શનનું આયોજન થવા જઈ રહ્યું છે. ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારા ઘણા ખેલાડીઓને આઇપીએલના મેગા ઓક્શનમાં ખરીદવામાં આવી શકે છે. આ મેગા ઓક્શનમાં ટોટલ 590 જેટલા ખેલાડીઓએ હરાજીમાં પોતાના નામ નોંધાવ્યા છે. આ વર્ષે યોજાનાર મેગા ઓક્શન ઘણું રસપ્રદ રહેશે.

ચેન્નઇ સુપરકિંગ્સની વાત કરીએ તો આ ટીમે ટોટલ ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની, મોઇન અલી અને ઋતુરાજ ગાયકવાડ એમ ચાર ખેલાડીઓને સીએસકેની ટીમે જાળવી રાખ્યા છે. તાજેતરના અહેવાલ પ્રમાણે 43 વર્ષીય આ ખેલાડી પર સીએસકે મોટી બોલી લગાવી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી ઇમરાન તાહિર છે. સાઉથ આફ્રિકાનો દિગ્ગજ સ્પિનર ઇમરાન તાહિર આઇપીએલના ઇતિહાસનો સૌથી વૃદ્ધ ખેલાડી છે. આ ખેલાડી આઇપીએલમાં દિલ્હી કેપિટલ, ચેન્નઇ સુપર કિંગ્સ અને રાઇઝિંગ પુણે જાયન્ટ્સ જેવી ટીમો માટે રમેલો છે. હાલમાં તેની મૂળ કિંમત બે કરોડ રૂપિયા છે.

આઇપીએલની સૌથી સફળ ટીમમાં ચેન્નઇ સુપરકિંગ્સનું નામ મોખરે આવે છે. તેણે આઇપીએલના ટોટલ ચાર ટાઇટલ જીત્યા છે. ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી આ ખેલાડી ઘાતક બોલિંગ કરતો હતો અને તેણે ઘણી વખત પોતાના દમ પર મેચો જિતાડી છે. ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી આ ખેલાડી ઘણી વખત મેન ઓફ ધ મેચ જીતી ચૂક્યો છે.

આ વર્ષે ભવ્ય મેગા ઓક્શનનું આયોજન થવા જઇ રહ્યું છે. ચેન્નઇ સુપરકિંગ્સ ફરી એકવાર ઇમરાન તાહિરને પોતાની ટીમમાં સામેલ કરવા માટે કરોડની બોલી લગાવશે. આ ઉપરાંત ચેન્નઇ સુપરકિંગ્સ અન્ય મજબૂત ખેલાડીઓને પોતાની ટીમમાં જોડીને ફરી એકવાર આઇપીએલની શ્રેષ્ઠ ટીમ બનાવવા પ્રયત્ન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *