આફ્રિકા સામે હારનું કારણ બનેલ આ ઘાતક ખેલાડીને રોહિત નહીં આપે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન…
ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પુર્ણ થયા બાદ 6 ફેબ્રુઆરીથી વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમવાની છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ 16 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની ટી-20 સીરીઝ પણ રમવાની છે. બીસીસીઆઈ દ્વારા આ બંને સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં સામેલ કરવામાં આવ્યા છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6, 9 અને 11 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાશે. આ ઉપરાંત કોલકત્તાના ઈડન ગાર્ડન ખાતે 16, 18 અને 20 ફેબ્રુઆરીના રોજ ત્રણ મેચોની ટી-20 સીરીઝ રમશે. સાઉથ આફ્રિકા સામે મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં જીત મેળવવા પ્રયત્ન કરશે.
ભારતીય ટીમનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા ટીમમાં વાપસી કરી રહ્યો છે. રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં કેપ્ટનશીપ કરતો જોવા મળશે. સાઉથ આફ્રિકા સામેની હારનું મુખ્ય કારણ મિડલ ઓર્ડરમાં મળેલી નિષ્ફળતા હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ હારનું કારણ બનેલા ખેલાડીને વન-ડે સિરીઝમાં સ્થાન આપશે નહીં.
ભારતીય ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર હાલમાં પોતાના સૌથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં આ ખેલાડીને તક આપવામાં આવી હતી, પરંતુ તે સફળ સાબિત થઇ શક્યો નહીં. તેના કારણે ભારતીય મિડલ ઓર્ડર વેરવિખેર થતું હતું. જેથી ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ઓપનિંગ બેટ્સમેનો આઉટ થયા બાદ મિડલ ઓર્ડરની તમામ જવાબદારી શ્રેયસ ઐયર પર હોય છે, પરંતુ આ ખેલાડી ખુબ જ ઓછા રન બનાવીને આઉટ થતાં ટીમ સારો સ્કોર બનાવી શકતી નથી. આવી પરિસ્થિતિમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં તેને બહાર રાખવામાં આવશે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા મિડલ ઓર્ડરની સમસ્યાનો અંત લાવવા માટે સૂર્ય કુમાર યાદવનો ટીમમાં સમાવેશ કરી શકે છે. આ ખેલાડી તેનો ફેવરિટ ખેલાડી છે અને તે લાંબી ઇનિંગ્સ રમવા માટે પણ જાણીતો છે. સુર્યકુમાર યાદવનું બેટ હંમેશા ચાલ્યું છે. આવી સ્થિતિમાં શ્રેયસ ઐયરના સ્થાને આ ખેલાડીને તક મળી શકે છે.