ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ્દ કરો, જાણો કોણે કહ્યું આવું…

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની નાપાક હરકતોને કારણે ભારતના ઘણા બધા સૈનિકો શહીદ થતા હોય છે. પાકિસ્તાનની આવી જ હરકતને કારણે હાલમાં જ નવ જેટલા સૈનિકો શહીદ થયા હતા. પાકિસ્તાનના આંતકવાદીઓ સતત ભારતમાં ઘૂષણખોરી કરી રહ્યા છે. આવા હુમલાઓ દરમિયાન હાલમાં જ ભારતના નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે.

તાજેતરમાં આંતકવાદીઓ દ્વારા એક પાણીપુરી વાળાને નિશાન બનાવીને તેને મારી નાખવામાં આવ્યો હતો. આ મૃતક વ્યક્તિના પિતા બંકાના રહેવાસી હતા. તેઓએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ રદ્દ કરવી જોઈએ.

મૃતક વ્યક્તિના પિતાએ કહ્યું કે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરના રોજ રમાનારી મેચ પણ રદ્દ કરવી જોઈએ. આ ઉપરાંત તેના પિતા દ્વારા સરકાર પાસે 50 લાખની માંગણી કરવામાં આવી અને આ માગણી ફક્ત તેના પિતા દ્વારા જ નહીં પરંતુ પંજાબના મંત્રી પરગતસિંહ દ્વારા પણ કરવામાં આવી છે.

કેબિનેટ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું કે આ મેચ રદ્દ થવી જોઈએ કારણકે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. પરાગતસિંહે વધુમાં કહ્યું કે, જો આ તણાવ ચાલુ રહેશે તો અમે અમારા સૈનિકો ગુમાવતા રહીશું અને શસ્ત્રો પાછળ વધારે ખર્ચ થવાને કારણે શિક્ષણમાં ખર્ચ કરી શકીશું નહીં. પાકિસ્તાન આપણો પાડોશી દેશ છે તો તેને પાડોશી દેશની જેમ વર્તન કરવું જોઈએ.

આવા આંતકવાદનો સતત વધારો થવાને કારણે ભારતના સૈનિકોએ પણ તેઓની સામે શસ્ત્રોથી લડવાનું શરૂ કર્યું. ફરી એક વખત પાકિસ્તાન સામે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. આવા તણાવ ભર્યા વાતાવરણની અંદર 24 ઓકટોબરના રોજ ભારત અને પાકિસ્તાનની મેચ રમાવાની છે.

ઘણા લાંબા સમય પછી ભારત અને પાકિસ્તાન એકબીજાની સામસામે રમવાના છે. બંને દેશોની નજર આ મેચ પર છે. ભારત અને પાકિસ્તાન આ તણાવવાળા સમયમાંથી પસાર થઇ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત અને પાકિસ્તાન એક જ ગ્રૂપમાં હોવાથી આ બંને દેશો વચ્ચેનો જબરદસ્ત મુકાબલો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *