ભારત અને ઇંગ્લેન્ડ નહીં પરંતુ અમે જીતીશું ટી-20 વર્લ્ડકપ, આ ટીમના કેપ્ટનને કર્યો મોટો દાવો…

ટી-20 વર્લ્ડ કપ આજથી યુએઇ અને ઓમાનમાં શરૂ થવાનો છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતની ટીમ વર્લ્ડકપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. પરંતુ દર વખતે સેમિફાઇનલ અને ફાઇનલમાં વિશ્વની ખતરનાક ટીમો સામે આવી જતી હોય છે. આ વખતે વિશ્વની એવી જ એક ખતરનાક ટીમના કેપ્ટન દ્વારા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે કે અમે જ વર્લ્ડકપ જીતીશું.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમારી ટીમ ટી-20 વર્લ્ડકપ જીતવા માટે ખૂબ જ આગળ છે. ઓસ્ટ્રેલિયાની સામે સુપર-12 માં 23 ઓક્ટોબરના રોજ દક્ષિણ આફ્રિકા ટકરાશે. તેની તૈયારી હાલમાં તો પૂરતી નથી લાગી રહી કારણ કે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાની ટીમને વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ફિંચે કહ્યું કે આ વર્લ્ડકપ અમારી માટે જીતવો ખૂબ જ જરૂરી છે કેમકે ટી-20 વર્લ્ડ કપમાં અમે દર વખતે જીતની નજીક હોઈએ છીએ. 2007માં ભારતે અમને સેમિફાઇનલમાં હરાવ્યું હતું. ત્યારબાદ 2010માં ઇંગ્લેન્ડે અમને બીજી વખત સેમિફાઇનલમાં હરાવ્યું હતું, અને 2012માં વેસ્ટ ઈન્ડિઝે અમને ત્રીજી વખત સેમિફાઇનલમાં હરાવી ટુર્નામેન્ટ માંથી બહાર ફેંકી દીધું હતું.

ફિંચે વધુમાં જણાવ્યું કે, અમારી પાસે ટી-20 વર્લ્ડકપ જીતી શકે તેવી ટીમ છે. આ ટીમે સૌથી વધારે વખત ટી-20 મેચો રમી છે. ઓસ્ટ્રેલિયાની જેમ જ દક્ષિણ આફ્રિકા પણ અત્યાર સુધી ટી-20 વર્લ્ડકપ જીતી શકી નથી. દક્ષિણ આફ્રિકા પણ બે વખત સેમિફાઇનલમાં હારી ચૂકી છે.

સુપર 12 ની શરૂઆત 23 ઓકટોબરે અબુધાબીથી થશે. ગ્રુપ 1નો પહેલો મુકાબલો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. ત્યાર પછી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે દુબઈમાં મેચ રમાશે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા 30 ઓક્ટોબરના રોજ ટકરાશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત અને પાકિસ્તાન એક ગ્રુપમાં હોવાથી દર્શકોને આ બંને દેશો વચ્ચેનો જબરદસ્ત મુકાબલો જોવા મળશે. ભારત પોતાનો પહેલો મુકાબલો 24 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે દુબઈમાં રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *