કેન વિલિયમ્સનના મતે આ ટીમ જીતશે ટી-20 વર્લ્ડકપ…

17 ઓક્ટોબરથી ટી 20 વર્લ્ડકપ શરૂ થઈ ગયો છે. જેનું આયોજન યુએઈ અને ઓમાન ખાતે કરવામાં આવ્યું છે. ટી 20 વર્લ્ડકપ જીતવા માટે ટીમ ઇન્ડિયાને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. પરંતુ બીજી કેટલીક ટીમો જેવી કે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ પણ ટી-20 વર્લ્ડકપ જીતવાની આ રેસમાં ખૂબ જ આગળ છે.

ટી 20 વર્લ્ડકપ જીતવા માટે ભારતીય ટીમે આ બધી ટીમોને માત આપવી પડશે. સોશિયલ મીડિયા પર સતત એ સવાલ ઉઠી રહ્યો છે કે ટી 20 વર્લ્ડકપ કોણ જીતશે? આ બધાની વચ્ચે કેન વિલિયમ્સન જે ન્યુઝીલેન્ડ ટીમનો કેપ્ટન છે. તેણે ટી 20 વર્લ્ડકપ કોણ જીતશે તેને લઈ મોટું નિવેદન જાહેર કર્યું છે.

આ નિવેદનમાં કેન વિલિયમ્સને કહ્યું હતું કે, ટી 20 વર્લ્ડકપ રમતી બધી ટીમો ભૂતકાળમાં ટી 20 વર્લ્ડકપ જીતી ચૂકી છે. ક્રિકેટમાં કંઇ પણ થઇ શકે છે એટલે કોઈ પણ ટીમનું નામ કહી શકાય નહીં કે આજ ટીમ ટી 20 વર્લ્ડકપ જીતશે. આ વર્ષે ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી ટ્રોફી જીતી ચૂકી છે જો તે નવેમ્બરમાં ટી 20 વર્લ્ડકપ પણ જીતે તો તેના નામે આ વર્ષે કુલ બે કિતાબ થશે.

તમને જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડની ટીમે ઇંગ્લેન્ડમાં ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હરાવ્યું હતું. કેન વિલિયમ્સને વધુમાં કહ્યું કે, ટી 20 વર્લ્ડકપમાં કોઈપણ મેચ ગમે તે ટીમ જીતી શકે છે. તેથી કહી શકાય નહીં કે ટી 20 વર્લ્ડકપ કોણ જીતશે.

ન્યૂઝીલેન્ડની ટીમે આજ સુધીમાં એક પણ વખત ટી 20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો નથી. પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ વર્ષ 2007 અને 2016માં સેમિફાઇનલ સુધી પહોંચી હતી. પરંતુ આ વર્ષે કેન વિલિયમ્સને કહ્યું કે અમે ખૂબ ટૂંકા ગાળામાં આ ટુર્નામેન્ટને પોતાના નામે કરવા માટે તૈયાર છીએ.

તેમણે વધુમાં કહ્યું કે, આ ટુર્નામેન્ટ જીતવા માટે અમારે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે પરંતુ આ મુશ્કેલીઓમાં અમે ઉતરવા માટે તૈયાર છીએ. ટી 20 વર્લ્ડકપ ખૂબ જ નાની ટુર્નામેન્ટ છે. અમે આ ટુર્નામેન્ટમાં આસાનીથી પોતાનું સ્થાન બનાવીશું.

આ વર્ષે પણ ભારત અને પાકિસ્તાન એક જ ગ્રૂપમાં હોવાથી આ બંને દેશો વચ્ચેનો જબરદસ્ત મુકાબલો દર્શકોને જોવા મળશે. ભારત અને પાકિસ્તાન 24 ઓકટોબરના રોજ દુબઈમાં ટકરાશે. તમને જણાવી દઈએ કે ભારત અત્યાર સુધીમાં ટી 20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે હાર્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *