IPL 2022ને લઇને BCCIએ કર્યો મોટો નિર્ણય! આ તારીખથી શરૂ થશે ટુર્નામેન્ટ, જાણો વિગતે…

આઇપીએલ 2022 પહેલા બેંગ્લોર ખાતે 12 અને 13 ફેબ્રુઆરીના રોજ મેગા ઓક્શનનું આયોજન થયું હતું. જેમાં 200થી વધારે ખેલાડીઓ પર ટીમો દ્વારા બોલી લગાવીને ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. હાલમાં તમામ ટીમો ટાઇટલ જીતવા માટે મજબૂત પ્લેઇંગ ઇલેવન તૈયાર કરી રહી છે. આ ઉપરાંત આ વર્ષે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટસ થઇને ટોટલ 10 ટીમો આ લીગમાં જોવા મળશે.

આઇપીએલ 2022ના દરેક કાર્ય માટે બીસીસીઆઇ દ્વારા પહેલેથી જ લીલીઝંડી આપવામાં આવી છે. બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આઇપીએલને લઇને તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. તમામ અધ્યક્ષોની વચ્ચે મળેલી આ બેઠકમાં ઘણા ખુલાસો કરવામાં આવ્યા છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન શરૂ થવાની રાહ દરેક વ્યક્તિ જોઇ રહ્યા હતા ત્યારે તમને જણાવી દઇએ કે આઇપીએલ 2022ની શરૂઆત 26 માર્ચથી થશે. આ વર્ષે ટોટલ 10 ટીમો રમવાની હોવાથી 74 જેટલી મેચો રમાશે. આ તમામ મેચોનું આયોજન મુંબઇ અને પૂણેના ચાર સ્ટેડિયમમાં કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારના નિયમો હેઠળ બીસીસીઆઇ સ્ટેડિયમમાં દર્શકોને આવવા દેવા માટે તૈયાર છે.

આઇપીએલ 2022માં ટોટલ 10 ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેતી હોવાને કારણે મેચની સંખ્યા પણ વધી રહી છે. આવી સ્થિતિમાં 55 મેચો મુંબઇના વાનખેડે, બ્રોબેન અને ડી વાય પાટીલમાં રમાશે. જ્યારે 15 મેચો પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. આ ઉપરાંત ફાઇનલ સહિત પ્લેઓફની 4 મેચો અંગે હજુ કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આઇપીએલ 2022ની તમામ મેચોમાં કેટલા દર્શકો સ્ટેડિયમમાં આવશે તેની માહિતી મહારાષ્ટ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકાના આધારે આપવામાં આવશે. આ ઉપરાંત ઘણા લાંબા સમય બાદ ખેલાડીઓ સ્ટેડિયમથી ભરેલા મેદાનમાં રમી શકશે. બાકીની તમામ માહિતી બીસીસીઆઇ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આઇપીએલની વાત કરીએ તો દર વર્ષે આ ટુર્નામેન્ટમાંથી યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને પોતાના દેશની ટીમમાં કાયમી સ્થાન બનાવતા હોય છે. આ ઉપરાંત ઇન્ડિયન પ્રીમિયર લીગ છેલ્લા ઘણા વર્ષોથી ક્રિકેટરો માટે ભવિષ્ય ઉજ્જવળ કરી રહી છે. યુવા ખેલાડીઓ માટે પોતાની કળા રજૂ કરવાનું આ એક સારૂ પ્લેટફોર્મ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *