કોહલી, પંત બાદ હવે આ ઘાતક ખેલાડી પણ શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાંથી થઇ શકે છે બહાર…
સાઉથ પ્રવાસમાં મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમે તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝમાં જબરદસ્ત વિજય મેળવ્યો છે. ત્યાર બાદ ભારતીય ટીમ 24 ફેબ્રુઆરીથી શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. બીસીસીઆઇ દ્વારા આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે.
શ્રીલંકા અને ભારત વચ્ચેની ટી-20 સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે બહાર થયો હતો. આ ઉપરાંત ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત આ સિરીઝમાં જોવા મળશે નહીં. આ બંને ખેલાડીઓને ઘણા લાંબા સમય બાદ આરામ આપવામાં આવ્યો છે.
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ શ્રીલંકા સામેની સિરીઝ પર કબજો મેળવવા ઇચ્છે છે પરંતુ શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચ શરૂ થાય તે પહેલાં જ કોહલી અને પંત ઉપરાંત આ ઘાતક ખેલાડી પણ બહાર થઇ શકે છે. છેલ્લા ઘણા સમયથી તે ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો હતો. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે ભારતીય ફાસ્ટ દીપક ચહર રવિવારે રમાયેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મેચ દરમિયાન હેમસ્ટ્રીંગમાં ઇજા થવાને કારણે મેદાનમાંથી બહાર નીકળી ગયો હતો. જેના કારણે આગામી મેચમાં રમશે કે નહીં તે અંગે સમસ્યા ઉભી થઇ રહી છે. છેલ્લા ઘણા સમયથી આ ખેલાડી ઘાતક પ્રદર્શન કરી રહ્યો છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મેચ દરમિયાન દીપક ચહર પોતાની ઓવરનો છેલ્લો બોલ પણ ફેંકી શક્યો નહોતો. તેને ગંભીર ઇજા થવાને કારણે મેદાનમાંથી બહાર જવું પડ્યું હતું. આ ખેલાડી છેલ્લા બોલે રનઅપ દરમિયાન લથડવા લાગ્યો હતો. તેની ઇજા કેટલી ગંભીર છે તે તપાસ બાદ જણાવવામાં આવશે અને ત્યારબાદ નક્કી થશે કે તે આગામી મેચ રમશે કે નહીં.
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રિષભ પંતની ગેરહાજરીના કારણે ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી. આ ઉપરાંત દીપક ચહર બહાર થશે તો ભારતીય મેનેજમેન્ટ ટીમ વધારે મુશ્કેલીમાં જોવા મળી શકે છે. રોહિત શર્મા પોતાની કેપ્ટનશીપમાં જીતનો સિલસિલો ચાલુ રાખવા ઇચ્છે છે. તેથી તે શરૂઆતથી જ આ સિરીઝ પર મજબૂત પકડ બનાવવા માગશે.