આ વિસ્ફોટક બોલરની ટીમ ઇન્ડિયામાં થશે એન્ટ્રી, બુમરાહ અને શમીથી પણ કરે છે ઘાતક બોલિંગ…

ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે અને ટી-20 સિરીઝમાં જીત મેળવી છે. આ ઉપરાંત હાલમાં શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે. જેમાં પ્રથમ મેચમાં વિજય મેળવીને ભારતીય ટીમ 1-0ની લીડથી આગળ ચાલી રહી છે. ભારતીય ટીમ આ સિરીઝ પૂર્ણ થયા બાદ શ્રીલંકા સામે બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ઘણા ખેલાડીઓની ફેરબદલી કરીને તેના પર મૂલ્યાંકન કરવા ઇચ્છે છે. આવી સ્થિતિમાં સતત નવા ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન આપી રહ્યો છે.

શ્રીલંકા સામેની બીજી ટી-20 મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ ઘાતક ખેલાડીને સ્થાન આપી શકે છે. છેલ્લા ઘણા સમયથી આ ખેલાડી સારું પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ હાલમાં યુવા ખેલાડીઓના કારણે તેને ટીમમાં સ્થાન મળ્યું નહોતું. 26 ફેબ્રુઆરીના રોજ રમાનારી બીજી ટી-20 મેચમાં આ ખેલાડી મેદાન પર જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે શ્રીલંકા સામેની બીજી ટી-20 મેચમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની વાપસી થઇ શકે છે. પ્રથમ મેચ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર હર્ષલ પટેલને સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તે કંઇ ખાસ કમાલ કરી શક્યો નથી. આવી સ્થિતિમાં ફરી એકવાર મોહમ્મદ સિરાજ આગામી મેચમાં જોવા મળી શકે છે.

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે આઇપીએલમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તે છેલ્લા ઘણા વર્ષોથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતો આવ્યો છે અને આ વર્ષે મેગા ઓક્શન પહેલાં તેને ટીમ દ્વારા જાળવી રાખવામાં આવ્યો હતો. આ ખેલાડીએ આઇપીએલ અને ઘરેલું ક્રિકેટમાંથી સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે.

ભારતીય ટીમમાં ફાસ્ટ બોલિંગને વાત કરીએ તો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી બાદ ત્રીજા નંબર પર મોહમ્મદ સિરાજનું નામ આવે છે. આ ત્રણેય ત્રિપુટી છેલ્લા ઘણા સમયથી વિરોધી ટીમ સામે દબદબો બનાવી રહી છે. આ પરથી કહી શકાય કે મોહમ્મદ સિરાજ ભારતીય ટીમ માટે ઘણો મહત્વનો ખેલાડી છે અને આગામી વર્લ્ડકપમાં પણ તેનું સ્થાન નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *