આફ્રિકા પ્રવાસે આ ઘાતક ખેલાડી કાપશે અજિંકય રહાણેનું પત્તું…

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ 1-0 થી જીતી હવે સાઉથ આફ્રિકા પ્રવાસે આ મહિને જ જવાની છે. સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમાશે. 26 ડિસેમ્બરના રોજ આ સીરીઝનો પ્રારંભ થશે. બીસીસીઆઇ દ્વારા સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. યુવા ખેલાડીઓને આ સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ટીમ ઇન્ડિયામાં સ્થાન નિશ્ચિત કરવું એ દરેક ખેલાડીનું સપનું હોય છે. ભારતીય ટીમમાં ઘણા મેચ વિનર છે. તેથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા તમામ ખેલાડીઓને સાઉથ આફ્રિકા પ્રવાસે તક મળશે નહીં. ભારતના સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણેની વાત કરીએ તો હાલમાં તે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેનું બેટ ઘણું શાંત છે. આવી સ્થિતિમાં તેની જગ્યા યુવા ખેલાડીઓ લઇ શકે છે.

અજિંક્ય રહાણેના સતત ખરાબ પ્રદર્શનના કારણે ટેસ્ટમાં વાઇસ કેપ્ટનના પદેથી હટાવી દેવામાં આવ્યો છે. રહાણેની બેટિંગમાં કોઇ ધાર રહી નથી. 2021 માં રમાયેલી 21 ઇનિંગ્સમાં તેણે 19.57 ની એવરેજ થી 411 રન બનાવ્યા હતા. જેમાં ફક્ત તેણે બે અડધી સદી ફટકારી છે. કાનપુર ટેસ્ટમાં પણ ઓછા રન બનાવ્યા હતા. તેથી ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ઇજાના બહાને તેને ટીમમાં સામેલ કરવામાં નહોતો આવ્યો.

શ્રેયસ ઐયરની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં વિરાટ કોહલીની જગ્યાએ તેને સ્થાન મળતા જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું. તકનો પૂરેપૂરો લાભ ઉઠાવીને પ્રથમ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. કાનપુર ટેસ્ટમાં તેણે સૌના દિલ જીતી લીધા હતા. આવી સ્થિતિમાં તે રેડ બોલમાં અજાયબી કરી શકે છે. શ્રેયસ ઐયર લાંબા સમય સુધી રમી શકે એવો ખેલાડી છે.

શ્રેયસ ઐયરએ દિલ્હી કેપિટલ્સ તરફથી રમીને ઘણા રન બનાવ્યા છે. આઇપીએલ 2021 માં શ્રેયસ ઐયરે 8 મેચમાં 175 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયર એક મેચ વિનર ખેલાડી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે 45 મેચોમાં 4592 રન બનાવ્યા હતા. લાંબી સિકસર ફટકારવામાં આ ખેલાડી ઉસ્તાદ છે. ઐયર વિકેટ પર ટકી રહેવાની અદભુત કળા ધરાવતો ખેલાડી છે.

અજિંક્ય રહાણેના ખરાબ ફોર્મના કારણે શ્રેયસ ઐયર તેનું પત્તું કાપી શકે તેમ છે. શ્રેયસ ઐયરને અજિંક્ય રહાણેના સ્થાને પાંચ નંબર પર રમવા માટે સૌથી વધારે દાવેદાર ખેલાડી પણ માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી રહાણેનું બેટ શાંત છે. તેથી ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં તેનું સ્થાન શ્રેયસ ઐયર લઇ શકે છે. સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝની શરૂઆત 26 ડિસેમ્બરના રોજ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *