આ ઘાતક ખેલાડીની ટેસ્ટ કારકિર્દી શરૂ થાય તે પહેલાં જ સમાપ્ત થઇ ગઇ, સાઉથ આફ્રિકાના પ્રવાસમાંથી થયો બહાર…

ભારતે ઘરેલુ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ હવે ભારતીય ટીમ આ મહિને જ સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ભારતે 1-0 થી ભવ્ય વિજય મેળવ્યો હતો. વિરાટ કોહલીની આગેવાની હેઠળ ભારતીય ટીમ હવે સાઉથ આફ્રિકા પ્રવાસે જશે. સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી શરૂ થશે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ રમાશે. જે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. ત્યારબાદ ત્રણ વન-ડે મેચની સિરીઝ પણ રમાશે. સાઉથ આફ્રિકાએ ભારત સામે જીતવા માટે એક ખાસ રણનીતિ તૈયાર કરી છે. જે અંતર્ગત ઘણા બધા વરિષ્ઠ ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે સાઉથ આફ્રિકાની નજર ટેસ્ટ સિરીઝ જીતવા પર છે.

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ઘણા બધા યુવા ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ટીમના એક વરિષ્ઠ ખેલાડીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ સાઉથ આફ્રિકાના પ્રવાસ માંથી તેને બહાર કરી દેવામાં આવ્યું છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં સૂર્ય કુમાર યાદવને સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં તેને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. સૂર્ય કુમાર યાદવને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચાહકોને એવું લાગી રહ્યું હતું કે ટી 20 અને વન-ડે બાદ હવે સૂર્ય કુમાર યાદવ ટેસ્ટ ક્રિકેટમાં પણ રમતો જોવા મળશે.

પરંતુ તેવું કંઇ પણ થયું નહીં. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં સૂર્ય કુમાર યાદવને એક પણ મેચ રમવાનો મોકો ન મળ્યો હતો. ત્યારબાદ તેને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ તેને એક પણ મેચ રમવાનો મોકો ન મળ્યો હતો, અને હવે તેને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો છે.

સૂર્ય કુમાર યાદવ હાલ તેના કરિયરના સૌથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આઇપીએલ 2021ના બીજા તબક્કામાં અને આઇસીસી ટી 20 વર્લ્ડ કપ 2021માં તેનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યો હતો. જેના કારણે હવે તેને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેથી કહી શકાય કે સૂર્ય કુમાર યાદવની ટેસ્ટ કારકિર્દી શરૂ થયા પહેલા જ સમાપ્ત થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *