નટુકાકાની વિદાય બાદ હવે ગડા ફેમેલીનો આ સદસ્ય છોડશે સીરીયલ…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નામે જાણીતી સીરિયલ છેલ્લા 13 વર્ષથી મનોરંજન જગતમાં ધૂમ મચાવી રહી છે. આ સીરીયલે 3325 એપિસોડ અત્યાર સુધી રજૂ કર્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં ઘણા ઍક્ટરોને રિપ્લેસ કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા નેહા મહેતા અને ગુરુ ચરણ સિંહ જેવા દિગ્ગજ એક્ટરો આ શો છોડી દીધો હતો. અચાનક શો ને છોડતા ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી.
હજુ બે મહિના પહેલાં જ નટુકાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયકનું 3 ઓક્ટોબરના રોજ દુઃખદ અવસાન થયું હતું. છેલ્લા ઘણા સમયથી તેઓ કેન્સરની બીમારીથી પીડાતા હતા. નટુ કાકાના સ્થાને હજુ સુધી કોઇ નવા એક્ટરને લેવામાં આવ્યા નથી. એમની વિદાય પછી હજુ એક એક્ટર અચાનક શો છોડી શકે છે. આ શો ને થોડા સમયમાં જ બીજો ઝટકો લાગી શકે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં ટપુનું પાત્ર ભજવતો રાજ અનડકટે શો છોડી દેવાનો નિર્ણય લીધો છે. એક અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે તેનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં થયો નથી. છેલ્લા ઘણા સમયથી રાજ શો છોડી દેવાનું વિચારી રહ્યો હતો. તેણે પ્રોડક્શન હાઉસને પણ વાત કરી દીધી હતી. આ મહિનામાં તેનો કોન્ટેક રીન્યુ થવાનો હતો પણ પોતે જાતે જ ના પાડી દીધી.
સીરિયલના સેટ પર મુનમુન દત્તા અને રાજના અફેરની ચર્ચા ચાલી હતી. અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે મુનમુન દત્તા અને રાજ એકબીજાના પ્રેમમાં છે. તે બંને સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નથી. ઘણીવાર યુઝર્સ દ્વારા બંનેને ટ્રોલ કરવામાં આવ્યા હતા. પરંતુ મુનમુન દત્તાએ નામ વિનાની પોસ્ટ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
મુનમુન દત્તા અને રાજના અફેરની બંનેના પરિવારને જાણ છે. એટલું જ નહીં તારક મહેતા સીરીયલના તમામ કલાકારોને તેમની જાણ છે. ઉલ્લેખનીય છે કે રાજની ઉંમર 24 વર્ષ છે અને મુનમુન દત્તાની ઉંમર 36 વર્ષ છે. બંનેની ઉંમરમાં 7 વર્ષનો તફાવત છે. તેમ છતાં તે બંને લગ્ન કરવાના છે. આ બંનેના અફેર ની વાત હવે બહાર આવી ગઇ છે.
મુંબઇમાં જન્મેલા રાજે વર્ષ 2016માં ટીવી સિરિયલથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. માર્ચ 2017 માં તેને ભવ્ય ગાંધીના સ્થાને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં રિપ્લેસ કરવામાં આવ્યો હતો. ભવ્ય ગાંધીએ સિરિયલ છોડ્યા પછી રાજને લેવામાં આવ્યો હતો. પરંતુ હવે રાજે પણ શો છોડી દેવાનો નિર્ણય કર્યો છે.