શિખર ધવન કોરોના પોઝિટિવ થતા આ ઘાતક ખેલાડીની ટીમ ઇન્ડિયામાં થઇ એન્ટ્રી…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ફેબ્રુઆરીના રોજ ત્રણ મેચોની વન-ડે સિરીઝની શરૂઆત થવાની છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ 16 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની ટી-20 સીરીઝ રમાવાની છે. સાઉથ આફ્રિકા સામે મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમ આ સિરીઝને જીતવા પ્રયત્ન કરશે. બીસીસીઆઈ દ્વારા આ બંને સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અને ત્રણ મેચોની ટી 20 સીરીઝ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાપસી થશે. રોહિત શર્માના આવતાની સાથે જ ટીમમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.

વનડે સિરીઝ શરૂ થાય તે પહેલા જ ઘણા ભારતીય ખેલાડીઓ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર અને નવદીપ સૈની કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અચાનક કોરોના પોઝિટિવ થયા બાદ ભારતીય મેનેજમેન્ટ ટીમ દ્વારા આ ઘાતક ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

શિખર ધવન અચાનક કોરોના પોઝિટિવ આવતા બીસીસીઆઇ દ્વારા ભારતીય બેટ્સમેન મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ માટે ખેલાડીઓ અને સ્ટાફને 31મી જાન્યુઆરીએ અમદાવાદમાં રિપોર્ટ કરવા જણાવવામાં આવ્યું હતું. આ પછી દરેકનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાં ઘણા ખેલાડીઓ પોઝીટીવ સામે આવ્યા હતા.

મયંક અગ્રવાલ છેલ્લા ઘણા સમયથી જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. તેને આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં તક આપવામાં આવી હતી અને તે સફળ સાબિત થયો હતો. આ ખેલાડી લાંબી ઇનિંગ્સ રમવા માટે જાણીતો છે. આ ઉપરાંત આઈપીએલમાં પણ આ ખેલાડીનું જબરદસ્ત પ્રદર્શન રહ્યું છે. આ વર્ષે પંજાબ કિંગ્સ દ્વારા તેને જાળવી રાખવામાં આવ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ શરૂ થાય તે પહેલાં જે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, તેઓ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી આઇસોલેશનમાં રહેશે. ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને ઘણા લાંબા સમય પછી તક આપવામાં આવી હતી પરંતુ તે કોરોના પોઝિટિવ આવતા તેના સ્થાને મયંક અગ્રવાલને સામેલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *