રવિન્દ્ર જાડેજાથી પણ વધુ ઘાતક ઓલરાઉન્ડરની CSKમાં થશે એન્ટ્રી…

આઇપીએલ 2022ની સિઝન ઘણી રોમાંચક રહેવાની છે. આ સિઝનમાં અમદાવાદ અને લખનઉ બન્ને ટીમો જોડાઇને ટોટલ 10 ટીમો વચ્ચે સ્પર્ધા જોવા મળશે. ગયા વર્ષની 60 મેચોની સરખામણીમાં આ વર્ષે 74 મેચ રમાશે. આઇપીએલ પહેલા બેંગલોર ખાતે 12 અને 13 ફેબ્રુઆરીના રોજ મેગા ઓક્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

મેગા ઓક્શન પહેલા તમામ જૂની તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. આ ઉપરાંત અમદાવાદ અને લખનઉ બંને ટીમોએ પોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી પણ કરી છે. બાકીના તમામ ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે. તમામ ટીમો પોતાના મનપસંદ ખેલાડીઓને પોતાની ટીમમાં લાવવા પ્રયત્ન કરશે.

ચેન્નઇ સુપરકિંગ્સની વાત કરીએ તો આ ટીમે ચાર ખેલાડીઓ રીટેન કર્યા છે. ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની, મોઇન અલી અને ઋતુરાજ ગાયકવાડ આ ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આ ઉપરાંત તાજેતરના અહેવાલ પ્રમાણે આ ટીમમાં જાડેજા કરતાં પણ વધુ ઘાતક ઓલરાઉન્ડરની એન્ટ્રી થઇ શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ઘાતક ઓલરાઉન્ડર ખેલાડી જેસન હોલ્ડર ચેન્નઇ સુપરકિંગ્સમાં સામેલ થઇ શકે છે. તાજેતરમાં તેણે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. ઇંગ્લેન્ડ સામેની ટી-20 મેચમાં 4 બોલમાં 4 વિકેટ લઇને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ સાથે જ આ ખેલાડી બેટિંગમાં પણ જબરદસ્ત પ્રદર્શન કરે છે.

આ સિઝનમાં ચેન્નઇ સુપરકિંગ્સે રવિન્દ્ર જાડેજા અને મોઇન અલીના રૂપમાં બે ઓલરાઉન્ડર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. પરંતુ આ બંને સ્પિન બોલિંગ કરે છે. આવી સ્થિતિમાં ચેન્નઇ સુપરકિંગ્સની નજર ફાસ્ટ બોલિંગ કરતા ઓલરાઉન્ડર પર રહેલી છે. આવી સ્થિતિમાં જેસન હોલ્ડરને કોઇપણ હાલતમાં ખરીદવા પ્રયત્ન કરશે.

વેસ્ટ ઇન્ડીઝનો અનુભવી ખેલાડી જેસન હોલ્ડર એક શાનદાર બોલર ઉપરાંત બેટ્સમેન પણ છે. આ ખેલાડી ટી-20 ક્રિકેટમાં પોતાના દમ પર આખી મેચ જીતાડી શકે છે. આ ખેલાડી ઓપનિંગ બોલિંગ આક્રમણની જવાબદારી સંભાળી શકે છે. ચેન્નઇ સુપરકિંગ્સે દિપક ચહરને જાળવી રાખ્યો નથી. ફાસ્ટ બોલરની ગેરહાજરીમાં જેસન હોલ્ડર પર સટ્ટો રમાઇ શકે છે અને આ ખેલાડી પાવરપ્લેમાં પણ બોલિંગ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *