આ બે ઘાતક ખેલાડી જલ્દી લેશે રોહિત અને ધવનનું સ્થાન, ટીમ ઇન્ડિયાને મળશે નવી ઓપનિંગ જોડી…

ભારતીય ક્રિકેટમાં દર વર્ષે ઘણા નવા ખેલાડીઓની એન્ટ્રી થતી હોય છે. આઇપીએલ અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરતા હોય છે. ભારતીય ખેલાડીઓ જબરદસ્ત પ્રદર્શન કરીને વિશ્વભરમાં પોતાનું નામ રોશન કરતા હોય છે અને ઇન્ટરનેશનલ રેન્કિંગમાં પણ પોતાનું સ્થાન મોખરે ધરાવે છે.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવને ભારત માટે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે. આ બંને ખેલાડીઓએ દુનિયામાં દરેક જગ્યાએ રન બનાવ્યા છે. વિદેશી પ્રવાસમાં પણ આ બંને ખેલાડીઓએ પોતાના દમ પર ભારતને ઘણી મેચો જીતાડી છે. પરંતુ આ બંને ખેલાડીઓની ઉંમર ધીમે ધીમે વધી રહી છે. આવી સ્થિતિમાં ભારતીય મેનેજમેન્ટ ટીમ તેના વિકલ્પો વિચારવાનું શરુ કર્યું છે.

હાલમાં અંડર-19 વર્લ્ડકપ ચાલી રહ્યો છે. જેમાં ભારતીય ટીમના આ બંને ઘાતક ખેલાડીઓએ સારુ પ્રદર્શન કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ બંને ખેલાડીઓ ક્લાસિક બેટિંગ માટે જાણીતા છે. આ બંને ખેલાડીઓ ભવિષ્યમાં શિખર ધવન અને રોહિત શર્માનું સ્થાન લઇ શકે છે. તો ચાલો જાણીએ આ બંને ખેલાડીઓ કોણ છે.

ભારતીય બેટ્સમેન યશ ધુલે અંડર-19 વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર ત્રણ મેચ રમી છે અને 212 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને અડધી સદી સામેલ છે. આ વર્લ્ડ કપ દરમિયાન આ ખેલાડીને કોરોના થયો હતો. તેમ છતાં પણ તેણે સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 110 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. આઇપીએલની આગામી સિઝનમાં તેણે પોતાની બેઝ કિંમત 20 લાખ રૂપિયા રાખી છે. આ ખતરનાક ખેલાડી ભવિષ્યમાં રોહિત શર્માનું સ્થાન લઇ શકે છે.

યશ ધુલ ઉપરાંત ભારતીય ઓપનિંગ બેટ્સમેન હરનુર સિંહ ધવનની સ્ટાઇલમાં બેટિંગ કરે છે. હરનુરે એશિયા કપમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીએ 4 મેચમાં 131 રન બનાવ્યા હતા, તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીમાં બીજા ક્રમે હતો. હરનુરે અંડર-19 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 120 રન બનાવ્યા છે. આગામી સમયમાં ધવનની જગ્યાએ આ ખેલાડી ભારતીય ટીમમાં જોવા મળી શકે છે.

જો કેપ્ટન યશ ધુલ હરનુર સિંહ સાથે ઓપનિંગ કરશે તો આ જોડી શિખર ધવન અને રોહિત શર્મા જેવી દેખાશે. આ બંને ખેલાડીઓ લાંબી ઇનિંગ્સ રમવા માટે જાણીતા છે. બીસીસીઆઇના સિલેક્ટરોની નજર પણ આ બંને ખેલાડીઓ ઉપર છે. આ બંને ખેલાડીઓ ભવિષ્યમાં એક સફળ ભારતીય ઓપનર તરીકે જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *