ઇજાનું ષડયંત્ર રચીને મને ટીમમાંથી કર્યો બહાર… 3 વર્ષથી બહાર ચાલી રહેલ આ ખેલાડીએ BCCI પર લગાવ્યો ગંભીર આરોપ…

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી રોહિત શર્માની આગેવાની હેઠળ ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સીરીઝની પ્રથમ બંને મેચો તાજેતરમાં પૂર્ણ થઈ છે. હવે આવતીકાલથી ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત રાજકોટ ખાતે થવાની છે. આ મેચ ઘણી મહત્વની રહેવાની છે પરંતુ આ પહેલા હાલમાં સ્થાન ન મળવા બાબતે એક મોટો વિવાદ સામે આવ્યો છે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સતત નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે અને જુના ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સારા ફોર્મમાં રહ્યા હોવા છતાં પણ ઘણા ખેલાડીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તેઓ હાલમાં ઘણા ગુસ્સામાં જોવા મળ્યો છે. તાજેતરમાં જ ભારતીય ખેલાડીએ બીસીસીઆઈ પર ગંભીર આરોપ લગાવ્યો છે.

તાજેતરમાં લેવાયેલ ઇન્ટરવ્યૂ દરમિયાન આ ભારતીય ખેલાડીએ જણાવ્યું હતું કે 3 વર્ષ પહેલા મને ઇજાનું બહાનું કરીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મને સામેલ કરવામાં આવ્યો નહોતો. હું ઇજાગ્રસ્ત નહોતો, મને બહાર કરવામાં ષડયંત્ર રચવામાં આવ્યું હતું. હાલમાં જ સમગ્ર મામલો સામે આવ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે ભારતીય સુપર સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર વરૂણ ચક્રવર્તીએ તાજેતરમાં ઇન્ટરવ્યૂ દરમિયાન બીસીસીઆઈ પર બહાર કાઢવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું હતું કે વર્લ્ડ કપ દરમિયાન હું ટીમમાં સામેલ હતો પરંતુ વચ્ચેથી મને બહાર કરવામાં આવ્યો હતો. મને બહાર કરવા માટે ઇજાગ્રસ્ત હોવાની અફવા ફેલાવામાં આવી હતી. ઈજા માંથી તો હું તરત જ વાપસી કરી ચૂક્યો હતો પરંતુ ત્યારબાદ મને હજુ સુધી સ્થાન મળ્યું નથી.

વરૂણ ચક્રવર્તીએ વધુમાં જણાવ્યું કે એક ખેલાડી તરીકે ભારતીય ટીમમાં રમવું એ ખૂબ જ ગર્વની વાત કહેવાય છે પરંતુ આવી રીતે ષડયંત્ર રચવું જોઈએ નહીં. હવે આ બાબતે હું કોઈ વાતચીત કરવા માંગતો નથી. આ કોણે ફેલાવી તે પણ ખ્યાલ નથી. ભારતીય ટીમ હાલમાં ઘણી મજબૂત જોવા મળી છે. હવે હું આઇપીએલમાં સારું પ્રદર્શન કરીને વાપસી કરવાના પ્રયત્નો કરીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *