રોહિત કેપ્ટન તો શું રમવાને પણ લાયક નથી… તેને બહાર કરીને 13 સદી ફટકારનાર આ ખેલાડીને સ્થાન આપવાની થઈ માંગ…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ સિરીઝની બીજી ટેસ્ટ મેચ તાજેતરમાં પૂર્ણ થઈ છે. ભારતે બીજી મેચમાં જબરદસ્ત જીત મેળવી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે. આ મેચ પણ ઘણી મહત્વની રહેશે. આ ઉપરાંત હાલમાં એક અન્ય બદલાવ વિશે પણ સમાચાર સામે આવ્યા છે.

બીજી ટેસ્ટ મેચની ટૂંકમાં વાત કરીએ તો ભારત પાસે પ્રથમ ઇનિંગ પૂર્ણ થયા બાદ 143 રનની મોટી લીડ હતી. હાલમાં ભારતીય ટીમ બીજા દાવની બેટિંગ કરતી જોવા મળી છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ સફળ રહ્યા છે પરંતુ રોહિત ફરી એક વખત નિષ્ફળ રહ્યો છે. બીજા દાવમાં તેણે ફક્ત 13 રન બનાવ્યા છે પહેલા દાવમાં તે 14 રન બનાવીને આઉટ થયો હતો. જેથી તેને બહાર કરીને આ ખેલાડીને ઓપનર તરીકે ઉતારવાની માંગ થઈ છે.

રોહિતની નિષ્ફળતા બાદ ભારતને ઘણું નુકસાન થઈ રહ્યું છે. પ્રથમ મેચમાં કેપ્ટનશીપમાં પણ તેણે ભૂલો કરી હતી. જેના કારણે હાર મળી હતી. હાલમાં બેટિંગમાં પણ નિષ્ફળ રહ્યો છે. જેથી હવે 13 સદી ફટકારનાર આ ખેલાડીને ઓપનર તરીકે સામેલ કરવાની માંગ થઈ રહી છે. તે અત્યાર સુધી ઘણું સારું પ્રદર્શન કરી ચૂક્યો છે. તો ચાલો જાણીએ આ ભારતીય ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગિલને હવે ઓપનર તરીકે ઉતારવાની માંગ થઈ છે. અત્યાર સુધી ઓપનિંગ કરીને તેણે ઘણા રન બનાવ્યા છે. તે નંબર ત્રણ પર રમવામાં ઘણી મુશ્કેલી અનુભવી રહ્યો છે આવી સ્થિતિમાં રોહિતના સ્થાને હવે તેને મેદાને ઉતારવાની વાત ચાલી રહી છે. તે ગયા વર્ષે ઘણી સદી ફટકારતો પણ જોવા મળ્યો હતો. જેથી તેને તક મળવી જોઈએ.

શુભમન ગિલ હવે ફરી એક વખત ઓપનર બેટ્સમેન તરીકે જોવા મળી શકે છે. બીજી ટેસ્ટ મેચ છેલ્લે સુધી કટોકટીમાં જોવા મળશે તે નક્કી છે. આગામી ત્રીજી, ચોથી અને પાંચમી મેચ પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. ઇંગ્લેન્ડ સામેની સિરીઝ પૂર્ણ થયા બાદ વિશ્વના તમામ ખેલાડીઓ ભારતની ધરતી પર આઇપીએલ 2024 રમતા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *