યશસ્વી કે ગિલ નહીં પરંતુ આ ઘાતક ખેલાડી ટી20 વર્લ્ડ કપમાં કરશે રોહિત શર્માની સાથે ઓપનિંગ…

મેના પહેલા સપ્તાહમાં અથવા એપ્રિલના અંત સુધીમાં T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. આવી સ્થિતિમાં, દરેકની નજર IPL 2024માં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ પર છે. તે જ સમયે, રોહિત શર્માની સાથે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલના નામો સિવાય, BCCI વધુ એક ખેલાડી પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ વખતે વર્લ્ડ કપ 2024માં આ અનુભવી ખેલાડી રોહિત શર્માની સાથે ઓપનર તરીકે જોવા મળી શકે છે.

IPL 2024 દરમિયાન T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવા જઈ રહી છે. જેમાં રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ BCCI સાથે 15 ખેલાડીઓના નામ પર ચર્ચા કરી ચૂક્યા છે. ઈન્ડિયન પ્રીમિયમ લીગમાં ધૂમ મચાવી રહેલા ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયા માટે પોતાનો દાવો રજૂ કર્યો છે.

શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ અત્યાર સુધી ટીમ ઈન્ડિયામાં ઓપનિંગ બેટ્સમેન તરીકે જ દેખાયા છે. પરંતુ આઈપીએલ 2024માં તેનું બેટ શાંત રહ્યું છે. શુભમને ગુજરાત ટાઇટન્સ માટે 6 મેચમાં 151ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા 255 રન બનાવ્યા છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા યશસ્વી જયસ્વાલે 7 મેચમાં 145ના સ્ટ્રાઈક રેટથી 121 રન બનાવ્યા છે.

પરંતુ આ દરમિયાન, એક એવું નામ છે જેણે ઓપનર તરીકે તેની બેટિંગ માટે ઘણી પ્રશંસા મેળવી છે. વાસ્તવમાં, વિરાટ કોહલીએ આ વખતે આરસીબી માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં BCCI વર્લ્ડ કપમાં વિરાટને રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા પર વિચાર કરી રહી છે.

તમને જણાવી દઈએ કે IPLમાં અત્યાર સુધી રમાયેલી 103 ઈનિંગ્સમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે વિરાટ કોહલીએ 136ના સ્ટ્રાઈક રેટથી 3927 રન બનાવ્યા છે. તેણે તોફાની બેટિંગ કરતા 8 સદી ફટકારી છે. આટલું જ નહીં પરંતુ તેણે ઓપનિંગ બેટ્સમેન તરીકે આ બધી સદી ફટકારી છે. જ્યારે IPL 2024ની વાત કરીએ તો કિંગ કોહલીએ અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં 147ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરતા 361 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 2 અડધી સદી ફટકારી છે.

આ સિઝનમાં પણ વિરાટ આરબીસી માટે ઓપનિંગ કરતી વખતે શાનદાર બેટિંગ કરવામાં સફળ રહ્યો છે. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ તો, કિંગ કોહલીએ 9 મેચોમાં ઓપનિંગ કરતા સમયે 57.14ની એવરેજ અને 161.29ની સ્ટ્રાઇક રેટથી 400 રન બનાવ્યા છે. તેથી વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *