માધુરી દીક્ષિતના ફેમસ ગીત પર આ યુવતીએ લાલ સાડી પહેરે કર્યો એવો ડાન્સ કે વીડિયો થયો વાયરલ… – જુઓ વિડિયો

માધુરી દીક્ષિતને તેના સમયની સૌથી સુંદર ડાન્સર માનવામાં આવતી હતી. માધુરી દીક્ષિતના કેટલાક ફેન્સ આજે પણ તેની ડાન્સ સ્ટાઇલની કોપી કરીને વિડીયો બનાવતા હોય છે. તેવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવતી લાલ સાડી પહેરીને માધુરી દીક્ષિતના ફેમસ ગીત પર ડાન્સ કરતી નજરે આવે છે.

માધુરી દીક્ષિત હાલ એક સુપર પોપ્યુલર ડાન્સ રિયાલિટી શોને જજ કરે છે. માધુરી દીક્ષિતની ફિલ્મ ‘લજ્જા’ કે જે 20 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં માધુરી દીક્ષિતનું ડાન્સ સોન્ગ ‘બડી મુશ્કિલ’ આજે પણ તે ગીતને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તે ગીત પર આજે પણ તેમના ફેન્સ ડાન્સ કરી રહ્યા છે.

જે રીતે માધુરી દીક્ષિતે આ ગીત પર પર્ફોમ કર્યું હતું. તેને ભાગ્યે જ કોઈ ટક્કર આપી શકે. પરંતુ હાલમાં એક યુવતીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે યુવતી જબરજસ્ત ડાન્સ કરી માધુરી દીક્ષિતને ટક્કર આપી રહી છે. તે યુવતીનું નામ કાશિકા સિસોદિયા છે.

આ યુવતીએ માધુરી દીક્ષિતના ‘બડી મુશ્કિલ’ ગીત પર શાનદાર ડાન્સ કરી લોકોના દિલ જીત્યા છે. કાશિકાનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કાશિકા લાલ સાડી પહેરીને માધુરી દીક્ષિતના સ્ટેપ ફોલો કરી રહી છે.

કશિકાના આ વીડિયો યૂટ્યૂબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 11 મિલિયનથી પણ વધારે વ્યૂઝ આવી ચૂક્યા છે. જ્યારે આ વિડિયો જોઈ તેના ફેન્સ અનેક પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 173 K લાઇક્સ પણ મળી ચૂકી છે.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *