મંદિરમાં પૂજા કરવા માટે આવેલી મહિલા સાથે પૂજારીએ કર્યું કંઈક એવું કે… – જુઓ વીડિયો

બિહારના દરભંગામાં એક પૂજારીએ મંદિરમાં પૂજા કરવા આવેલી મહિલાને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મંદિર સમિતિએ પુજારી સામે કાર્યવાહી કરી છે. મંદિર સમિતિ દ્વારા આ મામલાની તપાસ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તાપસ ચાલે ત્યાં સુધી પૂજારીને મંદિરના કાર્યોમાંથી કાઢી મુકવામાં આવ્યા છે.

દરભંગાના રાજ પરિસરમાં સ્થિત પ્રસિદ્ધ માં શ્યામા માઇ મંદિરના દાદર પર મંદિર પૂજારીએ એક મહિલાના વાળ પકડીને તેની પિટાઇ કરી. પૂજારી દ્વારા કરવામાં આવેલી આ હરકતનો વીડિયો કોઇએ બનાવી લીધો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

પુજારીનું આ કૃત્ય સોશિયલ મીડિયા પર થોડી જ ક્ષણોમાં વાયરલ થયું. મંદિરના મેનેજમેન્ટે તરત જ પૂજારીને કામ પરથી કાઢી મુક્યો હતો. જો કે મહિલા તરફથી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી અને સૌથી અગત્યની વાત કે હજુ સુધી મહિલાની ઓળખ પણ થઈ નથી.

કહેવામાં આવી રહ્યું છે કે ઘટના બે દિવસ પહેલાની છે. મહિલા મંદિરની અંદર જઇને માં શ્યામા માઇની પૂજા કરવાની જીદ્દ કરી રહી હતી, પણ કોરોના ગાઇડલાઇનને કારણે મંદિર દ્વારા સામાન્ય લોકો માટે પૂજા બંધ હતી. મહિલા મંદિરના બંધ દ્વાર ખોલવાની જીદ્દ કરી રહી હતી. આ વાતને લઇ વિવાદ થયો.

આ વિવાદ દરમિયાન ગુસ્સે ભરાયેલા મંદિરના પૂજારીએ મહિલાના વાળ પકડીને તેને માર માર્યો હતો. વિડીયોની પુષ્ટિ કરતા મંદિરના સંચાલક ચૌધરી હેમચંદ્ર રોયે કહ્યું કે, ‘કોઈપણ મહિલા સાથે આ પ્રકારનો વ્યવહાર કરવો યોગ્ય નથી. આ મામલે તપાસ ચાલી રહી છે.’

જોકે આ મામલામાં મંદિર તંત્ર મહિલાને વિક્ષિપ્ત જણાવીને પૂજારીને બચાવવાની કોશિશ કરતા જોવા મળ્યા, પણ સવાલ એ પણ બને છે કે જો મહિલા વિક્ષિપ્ત છે તો શું કોઇ મહિલા સાથે આવો વ્યવહાર યોગ્ય હતો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *