અધિકારીની દાદાગીરી, ગુસ્સામાં તોડી નાખ્યું પત્રકારનું માઈક, કહ્યું કે બીજીવાર પૂછ્યા વિના અંદર નો આવતો : જુઓ વિડિયો

આ ઘટના કલોલ માંથી સામે આવી છે. કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે ગુસ્સામાં આવીને પત્રકારનું માઇક તોડી નાખ્યું છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. પત્રકાર દ્વારા પ્રશ્ન પૂછાતા ચીફ ઓફિસરે માઇક તોડ્યું હોવાનું સામે આવ્યું છે.

ગાંધીનગર કલોલની નગરપાલિકામાં ચીફ ઓફિસરની દાદાગીરી સામે આવી હતી. જ્યાં એક ખાનગી પત્રકાર ચીફ ઓફિસરની બેઠકમાં પહોંચી પ્રશ્ન કરતા સમગ્ર મામલો બન્યો હતો. પત્રકારે ચીફ ઓફિસરને પ્રશ્ન પૂછતા અધિકારી ગુસ્સે ભરાયો હતો ત્યારબાદ તેને પત્રકારનું માઈક તોડી નાખ્યું હતું.

પત્રકારને નગરપાલિકામાં પ્રવેશ ન મળતા તેવો ચીફ ઓફિસર પાસે પહોંચ્યા હતા. ચીફ ઓફિસર પાસે પત્રકારે આ પ્રશ્નનો જવાબ માંગ્યો હતો. અધિકારીએ પત્રકારને જવાબ આપવાને બદલે દાદાગીરી દેખાડી હતી. પત્રકારના હાથમાંથી માઈક લઈને તોડી પાડ્યું હતું. આ દરમિયાન પત્રકારનો કેમેરો પણ શરૂ હતો. સમગ્ર ઘટના કેદ થઈ છે.

આ સમગ્ર ઘટના બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાતે કહ્યું કે, જે પત્રકારનું માઈક તૂટ્યું છે. તેમનું નામ હાર્દિક પ્રજાપતિ છે. આ પત્રકાર અમારી સાથે અવાર-નવાર RTIના મામલે સંઘર્ષમાં આવેલા છે. તેણે મારી સાથે ગેરવર્તન કર્યું હતું.

નગરપાલિકાના ચીફ ઓફિસરે પત્રકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, અમારા ઈન્ટરવ્યુમાં પણ તેઓ પરવાનગી વગર ઘૂસી આવે છે. આજે અમારા બોર્ડની બેઠકના 10 મિનિટ અગાઉ આવીને મારી સાથે ગેરવર્તન કર્યું હતું. જેને કારણે આ પ્રતિક્રિયા હતી.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *