રવિન્દ્ર જાડેજા બન્યો ‘પુષ્પા’, બાપુએ પુષ્પાના આ ડાયલોગ પર મચાવી ધૂમ… – જુઓ વીડિયો

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અને ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ દેખાઇ રહ્યો છે. રવિન્દ્ર જાડેજા પોતાનો લૂક સતત બદલ્યા કરે છે. તે નવી નવી ફેશન સાથે વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં અપલોડ કરતો હોય છે. રવિન્દ્ર જાડેજા હાલ ઇજાને કારણે આરામ પર છે.

પુષ્પા ફિલ્મ રિલીઝ થયા બાદ રવિન્દ્ર જાડેજાએ અલ્લુ અર્જુન જેવી જ એક્ટિંગ કરતો વીડિયો શેર કર્યો હતો. જે તેના ફેન્સને ઘણો પસંદ આવ્યો અને ખૂબ જ શેર થયો હતો. બુધવારે ફરી એકવાર જાડેજાએ દાઢી મુછને તાવ આપીને અલ્લુ અર્જુનના લુકને પકડયો છે. બાપુ આ લુકમાં ગ્રાફિક્સની મદદથી બીડી પીતો જોવા મળે છે. તે એક્ટિંગ કરવાનો ખૂબ જ શોખીન છે.

પુષ્પા ફિલ્મનો એક ડાયલોગ પણ તેણે કેપ્શનમાં લખ્યો છે તથા ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી તેની પણ જાણ કરી છે. સોશિયલ મીડિયા પર ફેન્સને જાડેજાનો લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કેટલાક ફેન્સ કહી રહ્યા છે કે જાડેજાને પુષ્પા ફિલ્મના બીજા ભાગમાં લીડ રોલ મળવો જોઇએ. તે અલ્લુ અર્જુનની સાથે કોમ્પિટિશનમાં આવી રહ્યો છે.

ક્રિકેટરો અવારનવાર સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરતા હોય છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નર પણ આવી રીતે રમુજી વીડિયો અપલોડ કરે છે. ક્રિકેટ ચાહકોને રવિન્દ્ર જાડેજાનો વીડીયો ખૂબ જ પસંદ આવ્યો છે. બાપુ તરીકે પ્રખ્યાત રવિન્દ્ર જાડેજાનો વીડીયો હાલ ધૂમ મચાવી રહ્યો છે.

રવિન્દ્ર જાડેજાનો આ લુક જોઇને સોશિયલ મીડિયા પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે કહ્યું કે બાપુ તો ગુજરાતમાં પહેલેથી પ્રખ્યાત છે અને તેનો લુક વારંવાર સામે આવતો હોય છે. સોશિયલ મીડિયા યુઝર્સ આવા વીડિયો જોઇને ખૂબ જ આનંદ માણતા હોય છે. ક્રિકેટરો પોતાના ચાહકો માટે ઘણી વખત આવા વીડીયો અપલોડ કરે છે.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *