સેલ્ફીના ચક્કરમાં આ મહિલાએ પકડી લીધું વાઘનું ગુપ્તાંગ અને પછી જે ઘટના બની…
આજના જમાનામાં લગભગ દરેક લોકો પાસે સ્માર્ટફોન હોય જ છે. જેના કારણે સેલ્ફી લેવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. સેલ્ફી લેવા માટે લોકોએ હદ સુધી પહોંચી જતા હોય છે ન પૂછો વાત. સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. આજે આપણે આ લેખમાં તેવી જ મહિલા વિશે વાત કરવાના છીએ કે જેણે સેલ્ફી લેવા માટે પોતાની જાનની પણ પરવાહ નથી કરી.
થાઈલેન્ડના પ્રાણીસંગ્રહાલયમાં એક મહિલા ફરવા માટે આવી હતી. ત્યારે તેણે સુઈ રહેલા વાઘના પ્રાઇવેટ પાર્ટને પકડીને સેલ્ફી લેવા માટે ગઈ હતી. ત્યારે વાઘ ગુસ્સે ભરાયો હતો. પરંતુ ત્યારબાદ જે થયું તેના કારણે આ મહિલા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે.
આ ઘટના થાઈલેન્ડના ચિઆંગ મઇ માંથી સામે આવી છે. 26 ઓગસ્ટના રોજ અહીંયાના ટાઇગર કિંગડમ ઝૂમાં મહિલા વાઘની એકદમ નજીક પહોંચી ગઈ હતી. ત્યારબાદ વાઘ ની સાથે સેલ્ફી લેવા માટે તેની એકદમ નજીક ગઈ અને હસતા હસતા ફોટો પડાવ્યો. તેણે હસતા હસતા વાઘ ઉપર હાથ ફેરવીને ફોટો પડાવ્યા.
ફોટા પાડ્યા બાદ મહિલાએ વાઘની સાથે છેડછાડ કરી હતી. તેણે વાઘનું ગુપ્તાંગ પોતાના હાથમાં પકડીને જોર થી દબાવ્યું હતું. ત્યારબાદ વાઘ ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે તે વાધે આ મહિલાને કંઈ કર્યું ન હતું.
આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ આ મહિલાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. લોકો આ મહિલાને ગાળો પણ બોલી રહ્યા હતા. એક યુઝર્સે તો એમ પણ કહ્યું કે કોઈ આવું જ તે મહિલા સાથે કરત તો?
આ ઘટના થાઈલેન્ડના એક પ્રાણી સંગ્રહાલયમાંથી સામે આવી હતી. આ સમગ્ર ઘટના બાદ પ્રાણીસંગ્રહાલયના પ્રબંધકનું કહેવું છે કે કોઈપણ પ્રવાસીને વાઘના ગુપ્તાંગ અડવાનો હક નથી અને તેને આવું કરવા માટે કહેવામાં પણ નથી આવ્યું.