ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા ટ્રક અચાનક જ હવામાં ઉડવા લાગ્યો… – જુઓ વીડિયો
વિશ્વની અંદર અમુક ઘટનાઓ એવી હોય છે કે જેને જોયા બાદ લોકો તેના પર વિશ્વાસ કરી શકતા નથી. પરંતુ આ વીડિયોમાં જોઇ શકાય છે કે, ટ્રાફિક સિગ્નલ પર ઉભેલો ટ્રક અચાનક જ હવામાં ઉડવા લાગે છે. જો આ દ્રશ્યો કેમેરામાં કેદ ન થયા હોત તો કોઈ વિશ્વાસ જ ન કરત કે આવું પણ બની શકે છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે 1.8 ટન વજનનો ટ્રક અચાનક જ હવામાં ઉડવા લાગે છે. આ ઘટના જોયા બાદ લોકો ચોંકી ઉઠયા છે. લોકોનું કહેવું છે કે આવું કઈ રીતે બની શકે. હાલ તેની તપાસ ચાલી રહી છે. અમુક ઘટનાઓ એવી હોય છે કે જેને જોયા બાદ માણસ પોતાના પર વિશ્વાસ કરી શકતો નથી.
આ ઘટના ચીનમાંથી સામે આવી છે. અહીં ટ્રાફિક સિગ્નલ પર અચાનક જ એક ટ્રક ઉડવા લાગ્યો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. વીડિયોમાં નાનકડા વંટોળિયાની તાકત જોવા મળી રહી છે.
આ ટ્રક ટ્રાફિક સિગ્નલ પર રેડ લાઈટના કારણે ઊભો હતો. ત્યારે અચાનક જ વંટોળિયું આવ્યું અને તેણે આ ટ્રકને ઊંચકી પાડ્યો હતો. આ દ્રશ્ય જોયા બાદ ત્યાંના લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. અહીંના લોકોએ આ વંટોળિયાનો આભાસ કર્યો હતો.
વીડિયોમાં જોઇ શકાય છે કે, સેકન્ડમાં નાનકડું વંટોળિયું આવ્યું અને તેણે ટ્રકને જમીનથી ઉછાળીને હવામાં ચક્કર ફેરવ્યો અને પછી જમીન પર પટકી દીધો. આ દ્રશ્યોએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
જુઓ વીડિયો :-