સુરત : બિલ વગર હીરાનો વેપાર કરતા વેપારીઓ માટે ચોંકાવનારો કિસ્સો…

સુરતની ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે અહીંથી એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. હીરાના વેપારમાં બિલો ન હોય તો તેવા વ્યવહારને કાયદેસર ગણી શકાય નહીં. આ તમામ વ્યવહારોને ગેરકાયદેસર કહેવામાં આવે છે.

10 વર્ષ પહેલા પણ ડીઆરઆઇએ બે વિદેશી નાગરીકો પાસે બિલ વગરના હીરા હોવાથી કેસ કર્યો હતો. અને હાલના આ કેસમાં પણ ફરિયાદી પાસે હીરાની કાયદેસરતાનો કોઇ પુરાવો ન હતો. હાલના આરોપીને 10 વર્ષ જૂના બ્લડ ડાયમંડ કેસનો લાભ મળ્યો હતો.

વરાછાની વિશ્વેશ્વર સોસાયટીમાં રહેતા રાયચંદભાઇ ભવાનભાઇ પટેલે વર્ષ 2014માં કોઝવેની માધવદર્શન સોસાયટીમાં રહેતા પરેશભાઇ સાવલીયાને રૂપિયા 38 લાખનો હીરાનો માલ આપ્યો હતો. જેના ચુકવણા પેટે રાયચંદભાઇએ ચેકો લીધા હતા. જે ચેકો રિટર્ન થતા રાયચંદભાઇએ કોર્ટમાં કેસ કર્યો હતો.

પરેશભાઇના વકીલ અશ્વિન જોગડીયાએ દલીલો કરી હતી કે, આરોપીને હીરા આપ્યા હોવાના કોઈ બિલ કે પુરાવા તથા હીરા વેચાણ માટે જરૂરી કેપિસી સર્ટિ કે હીરાની માલિકી દર્શાવતો કોઈ પુરાવો રેકોર્ડ પર નથી. જેથી આવા હીરાને બ્લડ ડાયમંડ કહેવાય.

પરેશ ભાઈના વકીલે વધુમાં કહ્યું કે, ફરિયાદી પોતે ડાયમંડનું કામ કરતો હોય તેવો કોઈ પુરાવો નથી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ પરેશભાઇ સાવલીયાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

કોર્ટે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ કરિયાણાનો વેપાર કરતો હોય અને જણાવે કે બિલ, ડિલિવરી પુરવાર કરવા જરૂરી નથી. તો એક તબક્કે માની પણ લઈએ. પરંતુ હીરાનો વ્યાપાર કરવો ગેર કાયદેસર છે. તેમ કહી કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *