પેટ્રોલ બળ્યું ભડકે!! જાણી લો ફટાફટ આજનો ભાવ…

10 જુલાઈ 2021ના રોજ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ફરી એક વખત વધારો થયો છે. ગઈકાલે પેટ્રોલની કિંમતમાં ઘટાડો થયો હતો. પરંતુ આજે ફરી એક વખત પેટ્રોલની કિંમતમાં વધારો નોંધાયો છે. ઓઇલ કંપનીઓએ આજે કિંમતમાં વધારો કર્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 35 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલની કિંમતમાં 26 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100.91 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે ગઈકાલે ઓઇલ કંપનીઓએ ડીઝલની કિંમત સ્થિર રાખી હતી. પરંતુ આજે ફરી એક વખત કિંમતમાં વધારો નોંધાયો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહત થાય તેવી કોઈ આશા દેખાઈ રહી નથી.

આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રૂડની કિંમતમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેની અસર ઘરેલુ બજારમાં જોવા મળી રહી છે. 10 જુલાઈ 2021ના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 97.64 રૂપિયા પર પહોંચી ગઈ હતી. પેટ્રોલની કિંમતમાં 0.34 પૈસાનો વધારો થયો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં 0.28 પૈસાના વધારા સાથે 96.72 રૂપિયા પર પહોંચી ગઈ હતી.

આજે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100.91 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 89.88 રૂપિયા પર પહોંચી ગઈ છે. મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમત 106.92 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 97.46 રૂપિયા પર પહોંચી ગઇ છે.

ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 101.67 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 92.39 રૂપિયા પર પહોંચી ગઈ છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 101.01 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 92.97 રૂપિયા પર પહોંચી ગઈ છે.

તમને જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતના આધારે દરરોજ પેટ્રોલની કિંમતમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. દરરોજ સવારે છ વાગ્યેથી નવા ભાવ લાગુ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *