ભાવનગર સહીત આ ચાર શહેરોમાં પેટ્રોલનો ભાવ પહોંચ્યો 100ને પાર, જાણો તમારા શહેરનો ભાવ…

ગુજરાતમાં પણ હવે પેટ્રોલનો ભાવ 100ને પાર પહોંચી ગયો છે. શનિવારે ભાવનગર, વેરાવળ, કોડીનાર અને ઉનામાં પ્રતિલિટર પેટ્રોલનો ભાવ 100.27 સુધી પહોંચી ગયો હતો. પેટ્રોલનો ભાવ 100ની પાર પહોંચતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યના 13 શહેરોમાં પેટ્રોલ 99 રૂપિયે લિટર છે.

ઉનામાં શનિવારે પેટ્રોલનો ભાવ 100.27 રૂપિયા પ્રતિલિટરે પર પહોંચી ગયો હતો. જ્યારે ડીઝલનો ભાવ 98.44 રૂપિયા પર પહોંચી ગયો હતો. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 100.16 રૂપિયા પ્રતિલિટરે પર પહોંચી ગયો હતો. જ્યારે ડીઝલનો ભાવ 98.6 રૂપિયા પર પહોંચી ગયો હતો.

કોડીનારમાં શનિવારે પેટ્રોલનો ભાવ 100.24 રૂપિયા પ્રતિલિટરે પર પહોંચી ગયો હતો. જ્યારે ડીઝલનો ભાવ 98.34 રૂપિયા પર પહોંચી ગયો હતો. વેરાવળમાં પેટ્રોલનો ભાવ 100.16 રૂપિયા પ્રતિલિટરે પર પહોંચી ગયો હતો. જ્યારે ડીઝલનો ભાવ 98.34 રૂપિયા પર પહોંચી ગયો હતો.

રાજ્યના 13 શહેરોમાં પેટ્રોલનો ભાવ 99ની સપાટી વટાવી ગયો હતો. અન્ય શહેરોમાં પણ પેટ્રોલનો ભાવ 98ને પાર રહેવા પામ્યો હતો. ડીઝલનો ભાવ પણ 98-99ની આસપાસ નોંધાયો હતો. આગામી દિવસોમાં રાજ્યના અન્ય શહેરોમાં પણ પેટ્રોલનો ભાવ 100 થવાની પૂરી શક્યતાઓ છે.

બોટાદ, દાહોદ, વાપી, સુરેન્દ્રનગર, લુણાવાડા, અમરેલી, હિંમતનગર, છોટાઉદેપુર, વ્યારા, સુરત, પોરબંદર ,બારડોલી અને જૂનાગઢમાં પેટ્રોલનો ભાવ 99ની સપાટી વટાવી ગયો હતો.

જ્યારે મહેસાણા, ભરૂચ, ભૂજ, નવસારી, પાલનપુર, નડિયાદ, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ગાંધીનગરમાં પેટ્રોલનો ભાવ 98ની સપાટી વટાવી ગયો હતો. રાજ્યમાં પેટ્રોલનો ભાવ 100ની નજીક પહોંચતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *