સુરતના વેપારીઓને કોરોનાનો ફટકો, કાપડ ઉદ્યોગને થયું 1000 કરોડનું નુકસાન, આ છે તેનું કારણ…
સુરતના વેપારીઓને કોરોનાનો ફટકો પડ્યો છે. પહેલા તો કોરોના કાળ દરમિયાન લોકડાઉન થવાને કારણે એક વર્ષ ફેઇલ ગયું હતું. કોરોનાના કેસોમાં ઘટાડો થતાં ધીમે ધીમે ઉદ્યોગો ચાલુ થઇ રહ્યા છે. પરંતુ ફરી એક વખત કોરોનાને કારણે વેપારીઓની સીઝન ફેઇલ જતા મોટું નુકસાન થયું છે. જેની અસર અનેક ઉદ્યોગો અને વ્યવસાય પર પડી છે.
સુરતને સિલ્ક સિટી તરીકે ઓળખવામાં આવે છે. સિલ્ક સિટીને પણ કોરોનાનો ફટકો પડયો છે. વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. કારણ કે કોરોના કાળમાં થયેલ નુકશાનને પગલે આજે અનેક ઉદ્યોગો ખોટમાં ચાલી રહ્યા છે.
સુરતને કાપડ અને હીરા ઉદ્યોગનું હબ માનવામાં આવે છે. અહીં દર વર્ષે હજારો કરોડોનું ટર્નઓવર થતું હોય છે. પરંતુ કોરોના કાળ દરમિયાન લોકડાઉન થવાને કારણે આડીની સીઝન ન યોજાતા વેપારીઓને મોટો ફટકો પડયો હતો. સુરતમાં કોરોનાની પહેલી અને બીજી લહેરને કારણે ટેક્સટાઇલ વ્યવસાય પર માઠી અસર પડી છે.
ગયા વર્ષે કોરોનાને કારણે ઉદ્યોગો બંધ રહ્યા હતા. પરંતુ લગ્ન પ્રસંગ, શ્રાવણ માસ, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી અને દિવાળીની સિઝનમાં વેપારીઓએ થોડો ઘણો વેપાર કર્યો હતો. પરંતુ જ્યાંથી કોરોનાની બીજી લહેર ચાલુ થઈ છે. ત્યારથી ટેક્સટાઇલ વ્યવસાયને મોટો ફટકો પડયો છે.
દર વર્ષે જૂન મહિનામાં આડીની સીઝન ચાલે છે. આડીની સિઝન ટેક્સટાઇલ માર્કેટને 1000 કરોડનો વાર્ષિક વ્યવસાય આપે છે. પરંતુ કોરોના કાળ દરમિયાન લોકડાઉન થવાને કારણે આ સીઝન ફેઇલ ગઇ છે. જેને કારણે વેપારીઓને ખૂબ જ મોટું નુકસાન થયું છે. તેમ કહી શકાય.
દર વર્ષે આડી પહેલા વેપારીઓ સુરત આવતા હોય છે. પરંતુ કોરોનાને કારણે આ વર્ષે પણ આડી, લગ્ન અને સ્કુલ યુનિફોર્મની સિઝન ફેલાઇ ગઇ છે. આડીની સિઝન ફેઇલ જતાં વેપારીઓને એક હજાર કરોડનું નુકસાન થયું છે.
તમને જણાવી દઈએ કે, આડી એટલે એક મોટા સેલનું આયોજન દક્ષિણના વેપારીઓ દ્વારા કરવામાં આવે છે. અહીંના વેપારીઓ દર વર્ષે સુરત આવીને મોટાપાયે ખરીદી કરે છે. ત્યારબાદ તેનું વેચાણ આડીના સેલમાં કરવામાં આવે છે. અહીં એક સાડી પર એક સુધી ફ્રી જેવી ઓફર્સ ત્યાંના ખરીદદારોને આપવામાં આવે છે.