ગૃહિણીઓ માટે માઠા સમાચાર, પેટ્રોલ-ડીઝલની જેમ તેલનો ડબ્બો પણ થયો મોંઘો, જાણો નવો ભાવ…

એક તરફ કોરોના મહામારીને કારણે લોકોના ધંધા-ઉદ્યોગ પડી ભાંગ્યા છે. જ્યારે બીજી તરફ મોંઘવારી સતતને સતત વધી રહી છે. જેને કારણે લોકોને ઘર ચલાવવામાં પણ મુશ્કેલ પડી રહી છે. લોકોને બંને તરફથી ફટકો પડ્યો છે. એક તરફ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે હવે ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

ખાદ્ય તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. પહેલા સિંગતેલના ભાવમાં વધારો થયો હતો અને હવે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. કપાસિયા અને સિંગતેલના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે. જેને કારણે સામાન્ય માણસની ચિંતામાં વધારો થયો છે.

સિંગતેલ અને કપાસિયા તેલ બંનેના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા સિંગતેલના ડબ્બાના ભાવમાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને હવે ફરી એક વખત 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ભાવમાં વધારો થતાં કપાસિયા તેલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

સીંગ તેલના ડબ્બાનો ભાવ 2400 રૂપિયા થી 2450 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2300 રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ પહેલા કપાસિયા તેલમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે સિંગતેલના ભાવ જેટલો એટલે કે 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

તેલનો ભાવ અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ ગણવામાં આવે છે એટલે કે અત્યાર સુધીમાં આટલો ભાવ વધારો ક્યારેય પણ કરવામાં આવ્યો નથી. જેથી કહી શકાય કે મોંઘવારી સતત ને સતત વધી રહી છે. મળતી માહિતી મુજબ કાચા માલની અછત હોવાને કારણે તેમના ભાવ વધ્યા છે.

આ વર્ષે વરસાદ ઓછો થયો છે. જેને કારણે મગફળી અને કપાસનું ઉત્પાદન પણ ઓછું થયું છે. ઓછા વરસાદની અસર ખાદ્યતેલ પર જોવા મળી રહી છે. આ ઉપરાંત ઇંધણના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કાળ દરમિયાન લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો અને હવે મોંઘવારીએ માજા મુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *