ગૃહિણીઓ માટે માઠા સમાચાર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ફેરફાર, જાણો તમારા શહેરનો નવો ભાવ…

મહિનાના પહેલા દિવસે જ સરકારે ગૃહિણીઓને ઝટકો આપ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે 1 ઓગસ્ટથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. જો કે, રાહતની વાતએ છે કે ઓઇલ કંપનીઓએ આમ આદમી દ્વારા ઉપયોગમાં લેવાતા 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો નથી.

દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનએ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે.

આ વધારા પછી દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમત 1500 રૂપિયાથી વધીને 1623 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. દિલ્હીમાં 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા યથાવત છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા મહિનામાં એટલે કે જુલાઈમાં ઓઈલ કંપનીઓએ ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કર્યો હતો. સબસિડી વગરના 14.2 કિલો સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 834.50 રૂપિયા, કોલકાતામાં 861 રૂપિયા, મુંબઈમાં 834.50 રૂપિયા અને ચેન્નઈમાં 850.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.

ગુજરાતના રેટ ઉપર નજર કરીએ તો અમદાવાદમાં 848.50 રૂપિયા, સુરતમાં 840 રૂપિયા, રાજકોટમાં 855.50 રૂપિયા અને વડોદરામાં 840.50 રૂપિયા કિંમત છે.

જ્યારે સૌથી વધુ વધારો ચેન્નઈમાં 73.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 73 રૂપિયા વધીને 1623 રૂપિયા થઈ ગઈ છે.

કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 72.50 રૂપિયા વધીને 1629 રૂપિયા, મુંબઈમાં 72.50 રૂપિયા વધીને 1579.50 રૂપિયા અને ચેન્નઈમાં 73.50 રૂપિયા વધીને 1761 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *