અશ્વિનની ફિરકીમાં ફસાયો ઝૈક ક્રોલી, એવી રીતે આઉટ કર્યો કે…-જુઓ વિડિયો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચનો બીજો દિવસ હવે પૂર્ણ થવાનો છે. ભારતીય ટીમની સ્થિતિ પ્રથમ દિવસ પૂર્ણ થયા બાદ ઘણી મજબૂત હતી પરંતુ ઇંગ્લેન્ડની ટીમ બીજા દિવસે વાપસી કરવાના પ્રયત્નો કર્યા હતા. તેઓ સફળ પણ રહ્યા છે. હાલમાં ભારતીય ટીમની બોલિંગ વખતે અશ્વિને ફરી એક વખત એક મોટું કારનામું કર્યું છે.

સંપૂર્ણ મેચની વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 445 રનનો મોટો સ્કોર બનાવ્યો છે. હાલમાં ઇંગ્લેન્ડની ટીમ બેટિંગ કરતી જોવા મળી છે. આ વખતે ભારતીય ટીમની બોલિંગ લાઈન ઘણી નબળી જોવા મળી છે પરંતુ અશ્વિને પોતાના અનુભવનો ઉપયોગ કરીને હાલમાં ભારતીય ટીમને પ્રથમ વિકેટ અપાવી છે. તેને પોતાની ફીરકીમાં ઝૈક ક્રોલીને ફસાવ્યો છે. હાલમાં આ બાબત ચર્ચામાં ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે તમામ ખેલાડીઓ જ્યારે વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા ત્યારે અશ્વિને આવીને ક્રોલીને આઉટ કર્યો હતો. તેની ઓપનિંગ જોડી તોડીને દબાણ બનાવ્યું છે. ઝૈક ક્રોલી અત્યાર સુધી ઘણી મોટી ઇનિંગ રમી ચૂક્યો છે. હાલમાં જ તેને આઉટ કર્યો છે. તેનો આઉટ કર્યાનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થતો પણ જોવા મળ્યો છે.

અશ્વિને ફરી એક વખત ઇંગ્લેન્ડની ઓપનિંગ જોડી તોડીને ભારતને ફાયદો અપાવ્યો છે. ઝૈક ક્રોલી પણ થોડા સમય સુધી મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. પેવેલિયનમાં બેઠેલા ખેલાડીઓ પણ ચોકી ઉઠ્યા હતા. અશ્વિને હાલમાં પોતાની 500 વિકેટ પણ પૂર્ણ કરી છે. હાલમાં તેનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો આપણે તેના વિડીયો પર નજર કરીએ અને નિહાળીએ.

જુઓ વિડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *