યુવરાજ સિંહે કહ્યું- ચેન્નાઈ, ગુજરાત કે મુબંઈ નહીં પરંતુ આ વર્ષે આ ઘાતક ટીમ બનશે ચેમ્પિયન…

આઈપીએલ 2024માં હાલ પોઇન્ટ ટેબલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઇ સુપરકિંગ્સ નંબર 3 પર છે. પાંચ ટાઈમની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સની વાત કરવામાં આવે તો તે અત્યારે પોઇન્ટ ટેબલમાં સાતમા ક્રમ પર છે અને છેલ્લી બે સિઝનની ફાઈનલિસ્ટ ટીમ ગુજરાત ટાઇટન્સ આ વર્ષે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમ પર છે. આ ત્રણે ટીમ પ્લેઓફમાં ફવોલીફાઈ કરવા માટે મજબૂત દાવેદાર છે.

તમને જણાવી દઈએ કે વર્ષે વેસ્ટ ઇન્ડીઝ ખાતે ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાન મેળવવા માટે હાલ તમામ ખેલાડીઓ પ્રયત્ન કરી રહ્યા છે. આઈપીએલની વચ્ચે ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. આવી સ્થિતિમાં સિલેક્ટરોની નજર આઈપીએલ પર રહેલી છે. કારણકે આઈપીએલના પ્રદર્શનના આધારે ટી20 વર્લ્ડ કપ માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.

આ બધાની વચ્ચે હાલમાં જ યુવરાજસિંહે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે આ વર્ષે ચેન્નાઈ, ગુજરાત કે મુંબઈ નહીં પરંતુ આ ટીમ ચેમ્પિયન બનવા માટે સૌથી મોટી દાવેદાર છે. તેણે કહ્યું કે જો આ ટીમ આવી જ રીતે સારું પ્રદર્શન કરતી રહેશે તો આ વર્ષે ટ્રોફી પણ જીતી શકે છે. તો ચાલો જોઈએ તે ટીમ કઈ છે.

યુવરાજસિંહ કહ્યું કે આ વર્ષે રાજસ્થાન રોયલ્સની ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ટીમના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. જ્યારે ટીમનો મિડલ ઓર્ડર પણ ખૂબ જ મજબૂત છે. સંજુ સેમસન અને રિયાન પરાગ જેવા ખેલાડીઓ ટીમનો મિડલ ઓર્ડર મજબૂત બનાવે છે. આ સિવાય ફિનિશરની વાત કરીએ તો હેટમાયર અને પોવેલની સાથે ભારતીય ખેલાડી ધ્રુવ જુરેલ પણ ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે.

જ્યારે આ સિઝનની સૌથી ઘાતક બોલિંગ રાજસ્થાન રોયલ્સની પાસે છે. તેની પાસે યુઝવેન્દ્ર ચહલ રવિચંદ્રન અશ્વિન જેવા સ્પીનરો છે. જ્યારે ફાસ્ટ બોલીંગની વાત કરીએ તો ટ્રેન્ટ બોલ્ડ હંમેશાં પ્રથમ ઓવરમાં વિકેટ અપાવે છે. આ સિવાય આવેશ ખાન સહિત સંદીપ શર્મા, બર્ગર જેવા ખેલાડીઓ છે. જે ટીમની બોલિંગને વધુ મજબૂત બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *