યુવરાજ સિંહની થઈ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો…

પૂર્વ ભારતીય ખેલાડી યુવરાજ સિંહની રવિવારે 17 ઓક્ટોબરના રોજ હરિયાણાના હિસાર જિલ્લાના હાંસી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજ સિંહ પર જાતિવાદી શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેની ફરિયાદ ગયા વર્ષે કરવામાં આવી હતી.

ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહની ગઇ કાલે ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, હરિયાણામાં પોતાના સાથી ક્રિકેટર માટે અપમાનજનક શબ્દો વાપરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે.

યુવરાજ સિંહ સામે SC-ST એક્ટ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી હતી. રવિવારેના રોજ આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેને ઔપચારિક રીતે જામીન પર છોડવામાં આવ્યો છે.

યુવરાજસિંહે ગયા વર્ષે એક લાઇવ ચેટ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેના વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન અન્ય ખેલાડીઓની જેમ યુવરાજસિંહ પણ તેના સાથે ખેલાડીઓ સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ પર વાત કરી રહ્યો હતો.

તેણે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા સાથે આવી જ એક લાઇવ ચેટ કરી હતી. જેમાં લાઇવ ચેટ દરમિયાન યુવરાજ સિંહે ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જે જાતિવાદી ટિપ્પણીના દાયરામાં આવતી હતી.

હાંસી પોલીસના DSP વિનોદ શંકરે કહ્યું કે યુવરાજ સિંહને કેસની તપાસમાં સામેલ કરવા માટે ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ પણ તેમને બે વખત તપાસમાં સામેલ કરવામાં આવ્યા હતા. પોલીસ હાઈકોર્ટના આદેશ પર કામ કરી રહી છે અને યુવરાજ સિંહને ઔપચારિક રીતે જામીન પર છોડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *