યશસ્વી જયસ્વાલે કહ્યું- મેં ભલે 70 બોલમાં 76 રન બનાવ્યા પરંતુ આ 2 ગુજરાતી ખેલાડીઓ છે અસલી ગેમ ચેન્જર…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં હૈદરાબાદ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ હાલમાં પૂર્ણ થયો છે. ભારતીય ટીમની સ્થિતિ પ્રથમ દિવસ પૂર્ણ થયા બાદ ઘણી મજબૂત જોવા મળી છે. આ મેચ છેલ્લે સુધી કટોકટીની સ્થિતિમાં પણ જોવા મળી શકે છે પ્રથમ દિવસ પૂર્ણ થયા બાદ યશસ્વી જયસ્વાલ દ્વારા એક મહત્વનું નિવેદન પણ આપવામાં આવ્યું છે.

પ્રથમ દિવસની ટૂંકમાં વાત કરીએ તો ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 64.3 ઓવરમાં 246 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમ હાલમાં એક વિકેટે 119 રન પર રમી રહી છે. આ મેચના પ્રથમ દિવસે યશસ્વીએ બેટિંગ કરતી વખતે 70 બોલમાં 76 રન બનાવ્યા છે. તેણે 9 ફોર અને 3 સિક્સર ફટકારી છે છતાં પણ તેણે મેચ બાદ આ બે ગુજરાતી ખેલાડીઓને અસલી ગેમ ચેન્જર ગણાવ્યા છે.

યશસ્વી જયસ્વાલે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મેં ભલે આજે 76 રન બનાવ્યા પરંતુ આ બે ગુજરાતી ખેલાડીઓના કારણે ગેમ ચેન્જ થઈ છે. તે બંનેના કારણે ઇંગ્લેન્ડને ઓલ આઉટ કરવામાં સફળ રહ્યા હતા અને અમારી બેટિંગ આવી હતી. તે બંને ફરી એક વખત મદદગાર સાબિત થયા હોય તેવું કહી શકાય છે. તો ચાલો જાણીએ આ બંને ગુજરાતી સ્ટાર ખેલાડીઓ કોણ કોણ છે.

તમને જણાવી દઈએ કે યશસ્વી જયસ્વાલે તાજેતરમાં રવિન્દ્ર જાડેજાની બોલિંગ વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું હતું કે રવિન્દ્ર જાડેજાએ આજે પોતાની 18 ઓવર દરમિયાન 88 રન આપ્યા હતા અને 3 વિકેટો લીધી હતી. આજે તેણે 4 મેડન ઓવર પણ ફેંકી હતી. તે સતત દબાણ બનાવી રહ્યો હતો. જેના કારણે અશ્વિન અને અક્ષર જેવા ખેલાડીઓ પણ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

યશસ્વીએ વધુમાં જણાવ્યું કે અક્ષર પટેલ પણ ઘાતક ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે આજે 2 વિકેટ લીધી હતી અને બુમરાહે પણ 2 વિકેટ લીધી છે. આ તમામ ખેલાડીઓના સારા પ્રદર્શનના કારણે ભારતીય ટીમ ઘણી આગળ જોવા મળી છે. હવે આગામી બીજો અને ત્રીજો દિવસ દરેક ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *