યશસ્વી- રવિ બિશ્નોઇ બહાર, પ્રથમ મેચમાં આવી કંઈક રહેશે ભારતીય પ્લઇંગ 11, જાણો કોને મળશે સ્થાન…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી પાંચ મેચોની ટી-20 સિરીઝ રમાઈ રહી હતી. આ સિરીઝ હાલમાં જ પૂર્ણ થઈ છે. હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. હાલમાં તમામ ખેલાડીઓ સાઉથ આફ્રિકા ખાતે આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. પ્રથમ મેચ પહેલા હાલમાં એક મહત્વની બાબત જાણવા મળી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા થોડા સમય પહેલા જ સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝ માટે ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી હતી. આ સિરીઝમાં આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેથી પ્લેઈંગ ઇલેવનમાં પણ ઘણા મોટા ફેરફારો થશે તે નક્કી છે. તો ચાલો આપણે ટીમ પર એક નજર કરીએ અને જાણીએ કે કોને કોને સ્થાન મળી શકે છે.

સૌપ્રથમ ઓપનિંગ જોડીની વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગીલ અને ઋતુરાજ ગાયકવાડ બંને ઓપનિંગ કરતા જોવા મળશે. ગીલના આવતાંની સાથે જ યશસ્વી જયસ્વાલને બહાર કરવામાં આવશે. આવી સ્થિતિમાં ગીલ અને ગાયકવાડ બંને ઇનિંગની શરૂઆત કરતા જોવા મળશે. બીજી તરફ ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળશે.

મધ્યમ ક્રમની વાત કરીએ તો ઈશાન કિશનને વિકેટકીપર બેટ્સમેન તરીકે નંબર 4 પર અને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને નંબર 5 પર સ્થાન આપવામાં આવશે. ફિનિશર તરીકેની મુખ્ય જવાબદારી સાથે રીન્કુ સિંહને નંબર 6 પર મેદાને ઉતારવામાં આવશે. તે હાલમાં ઘણા સારા ફોર્મમાં જોવા મળ્યો છે. બીજી તરફ રવિન્દ્ર જાડેજા એક વાઇસ કેપ્ટન તરીકે નંબર 7 પર બેટિંગ કરવા માટે મેદાને ઉતરશે.

બોલીંગ લાઈનની વાત કરીએ તો સ્પીન બોલર તરીકે કુલદીપ યાદવને સ્થાન આપવામાં આવશે. આવી સ્થિતિમાં પ્લેયર ઓફ ધ સીરીઝ બનેલ રવિ બિષ્ણોઈને બહારનો રસ્તો બતાવવામાં આવશે. આ ઉપરાંત ફાસ્ટ બોલરોની વાત કરીએ તો અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને મુકેશ કુમારને સ્થાન આપવામાં આવશે. આ ત્રણેયની ત્રિપુટી ધમાલ મચાવતી જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *