યશસ્વીએ ખોલ્યું દિલ, કહ્યું- મેં ભલે 214 રન બનાવ્યા પરંતુ મારી કરતા પણ ઘાતક છે આ ખેલાડી, તેણે જ કર્યો ગેમપલટો…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચનો ચોથો દિવસ હાલમાં પૂર્ણ થયો છે. ભારતીય ક્રિકેટ ટીમે હાલમાં ત્રીજી મેચમાં પણ દબદબો બનાવી રાખ્યો છે. હવે આગામી પાંચમો દિવસ ફરી એક વખત મહત્વપૂર્ણ સાબિત થશે. આ ઉપરાંત હાલમાં ભારતીય સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે એક મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું છે.

સમગ્ર મેચની ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ દાવ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ પાસે 126 રનની લીડ હતી. ત્યારબાદ ભારતીય ટીમે હાલમાં બીજા દાવ દરમિયાન 430 રન બનાવ્યા છે. જેથી 557 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ મેચમાં ચોથા દિવસ દરમિયાન યશસ્વી જયસ્વાલે 214 રન બનાવ્યા હતા હજુ પણ તે રમી શકે તેમ હતો છતાં પણ તેણે મેચ બાદ પોતાના નહીં પરંતુ આ ભારતીય ખેલાડીના ખૂબ વખાણ કર્યા છે.

યશસ્વી જયસ્વાલે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મેં ભલે આજે 214 રન બનાવ્યા પરંતુ મારી કરતા પણ આ ખેલાડી ઘાતક બેટિંગ કરી રહ્યો છે. તેનો સાથ મળવાના કારણે જ આ શક્ય બન્યું છે. તે મેદાન પર મને સતત સાથ આપતો હતો. બીજી તરફ પિચની પણ ચર્ચા થતી હતી. આ પહેલાં પણ તે ઘણી વખત મહત્વપૂર્ણ રહી ચૂક્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે યશસ્વી જયસ્વાલે તાજેતરમાં સરફરાઝ ખાનની બેટિંગ વિશે કંઈ ચર્ચા કરી છે. તેણે જણાવ્યું હતું કે સરફરાઝે આજે છેલ્લે સુધી રમીને 68 રન બનાવ્યા છે. તેના સ્ટ્રાઈક રોટેશનના કારણે હું ઝડપી બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યો છું. પ્રથમ દાવમાં પણ તે જબરદસ્ત બેટિંગ કરતો જોવા મળ્યો હતો. વિરોધી ટીમના બેટ્સમેનો દ્વારા દબાણ બનાવવાના પ્રયત્નો પણ થયા હતા પરંતુ તેણે ઘણી બાઉન્ડ્રી ફટકારી હતી.

યશસ્વી જયસ્વાલે વધુમાં જણાવ્યું કે મે સરફરાઝ સાથે મળીને મોટી ભાગીદારી કરવાનું વિચારીએ છીએ. તે મારી કરતા પણ સારું રમે છે. આગામી સમયમાં તે વધુ મોટો સ્કોર બનાવી શકે છે. ભારતીય ટીમની બેટિંગ લાઇન ફરી એક વખત નવી દિશા તરફ આગળ વધી રહી હોય તેવું પણ કહી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *