યશસ્વી જયસ્વાલે કહ્યું- ગિલ નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડીના કારણે હું બનાવી શક્યો 179 રન…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલ આ બીજી ટેસ્ટ મેચનો બીજો દિવસ આજથી શરૂ થવાનો છે. ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમો અત્યારથી જ દબાણ બનાવીને મેચ જીતવાના પ્રયત્નો કરતી જોવા મળી છે. આ મેચ કટોકટીમાં જોવા મળી શકે છે. પ્રથમ દિવસ બાદ ભારતીય સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે એક મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું છે.

બીજી ટેસ્ટ મેચની ટૂંકમાં ચર્ચા કરીએ તો ભારતે પ્રથમ બેટિંગ કરતી વખતે પ્રથમ દિવસ પૂર્ણ થતાની સાથે જ 336 રનનો મોટો સ્કોર બનાવ્યો છે. હજુ પણ આ સ્કોર આગળ વધી શકે છે. આ મેચમાં ગીલે 34 રન બનાવ્યા હતા. તે ખરાબ રીતે આઉટ થયો હતો. બીજી તરફ યશસ્વી જયસ્વાલ દ્વારા 179 રન બનાવવામાં આવ્યા છે. તે હજુ પણ બેટિંગ કરી રહ્યો છે. તેણે મેચ બાદ આ ગુજરાતી ખેલાડીના ખૂબ વખાણ કર્યા છે.

યશસ્વી જયસ્વાલે મેચ પૂર્ણ થયા બાદ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મને આજે આ ગુજરાતી ખેલાડીનો ખૂબ સાથ મળ્યો છે. તેણે મને ઘણો મોટીવેટ કર્યો છે. બીજી તરફ તેની બાઉન્ડ્રીના કારણે હું પણ સફળ રહ્યો હતો. તેના કારણે જ હું આજે 179 રન બનાવી શક્યો છું. આ પહેલા પણ તે ઘણી વખત મદદગાર રહી ચૂક્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે યશસ્વી જયસ્વાલે તાજેતરમાં અક્ષર પટેલ વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે જ્યારે તમામ મુખ્ય ખેલાડીઓ આઉટ થઈ રહ્યા હતા ત્યારે અક્ષર પટેલે પીચ પર 51 બોલ રમ્યા હતા. જેમાં તેણે ચાર ફોર ફટકારી હતી. તેની બાઉન્ડ્રીના કારણે વિરોધી ટીમ પર દબાણ બની રહ્યું હતું અને હું પણ સફળ રહ્યો હતો. જેથી મોટો સ્કોર બનાવી શક્યો છું.

યશસ્વીએ વધુમાં જણાવ્યું કે અક્ષર ઉપરાંત રજત પાટીદાર પણ લાંબા સમય સુધી પીચ પર રહ્યો હતો. તેણે 72 બોલ રમ્યા હતા. ભારતીય ટીમ હાલમાં ઘણી મજબૂત સ્થિતિમાં જોવા મળી છે. હજુ પણ આગામી સમયમાં ઘાતક બેટિંગ થાય તેવા પ્રયત્નો થશે. આગામી બીજો, ત્રીજો અને ચોથો દિવસ ખૂબ જ અગત્યનો સાબિત થશે તે પણ નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *