W,W,W,W,W… 8 વર્ષ બાદ એક સાથે 8 વિકેટ લઈને MS ધોનીના આ ખેલાડીએ વાપસી કરવાનો કર્યો દાવો…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઘર આંગણે અફઘાનિસ્તાન સામે ત્રણ મેચોની મહત્વની ટી-20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝ 17 જાન્યુઆરી સુધી રમાવાની છે. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમ ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની મહત્વની ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ સિરીઝ ઘણી મહત્વની રહેશે. આ પહેલા એક અન્ય સમાચાર સામે આવ્યા છે.

રોહિત શર્મા અને મેનેજમેન્ટ ટીમ અત્યારથી જ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઘણા નવા ચહેરાઓને સ્થાન આપી રહ્યા છે. બીજી તરફ ઘણા દિગ્ગજ ખેલાડીઓને હંમેશા માટે બહારનો રસ્તો પણ બતાવવામાં આવ્યો છે. એકવાર બહાર થયા બાદ તેઓ વાપસી કરવા માટે ઘણા તડપડતા પડતા જોવા મળ્યા છે. આવી જ રીતે હાલમાં આ સુપર સ્ટાર ખેલાડી એક સાથે 8 વિકેટ લઈને વાપસી કરવાનો દાવો કર્યો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર 8 વર્ષ બાદ એક જ સાથે 8 વિકેટ લઈને મહેન્દ્રસિંહ ધોનીના આ ખાસ ખેલાડીએ ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો દાવો કર્યો છે. એક સમયે ધોનીનો ખાસ ખેલાડી હતો પરંતુ ધોનીના ગયા બાદ તેને બહાર કરવામાં આવ્યો છે. તે એકલા હાથે વર્લ્ડ કપ જીતવાની તાકાત ધરાવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમનો સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર હાલમાં ફરી એક વખત એક્શન મોડમાં આવ્યો છે. સતત સ્થાન ન મળતા તેણે 8 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં રમવાનું નક્કી કર્યું હતું. જેમાં તેને પહેલી જ મેચમાં પાંચ વિકેટ લીધી છે અને ટીમમાં વાપસી કરવાનો દાવો કર્યો છે. હાલમાં તે તેના કરિયરના અંતિમ ચરણમાં ચાલી રહ્યો છે. જેથી છેલ્લો વર્લ્ડ કપ રમવા ઇચ્છે છે.

ભુવનેશ્વર કુમાર ધોનીની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયામાં પ્રવેશતો જોવા મળ્યો હતો. તે ત્રણેય ફોર્મેટનો બાદશાહ કહેવાય છે. અચાનક જ ધોનીના ગયા બાદ તેને અવગણવામાં આવ્યો હતો. હજુ સુધી તે જોવા મળ્યો નથી. હવે આગામી ટી-20 વર્લ્ડ કપ પહેલા તેને સામેલ કરવામાં આવી શકે છે. આગામી આઇપીએલ 2024 તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *