W,W,… 2 વિકેટ લઇને અશ્વિને રચ્યો ઇતિહાસ, આ વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાના નામે…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ મેચના પ્રથમ દિવસે બંને ટીમોના ખેલાડીઓ દ્વારા હાલમાં જબરદસ્ત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મેચ છેલ્લે સુધી કટોકટીની સ્થિતિમાં જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પ્રથમ મેચ દરમિયાન અશ્વિને શાનદાર પ્રદર્શન કરીને એક મોટું કારનામું પણ પોતાના નામે કર્યું છે.

સમગ્ર મેચની ટૂંકમાં ચર્ચા કરીએ તો ઇંગ્લેન્ડ દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેઓએ પ્રથમ બેટિંગ કરીને શરૂઆતમાં ધમાલ મચાવી પરંતુ ત્યારબાદ ભારતીય બોલરો દ્વારા વિકેટો લેવામાં આવી હતી. આ મેચમાં રવિચંદ્રન અશ્વિને વિકેટ લેવાની શરૂઆત કરી હતી. તેણે બે વિકેટ લઈને એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હાલમાં જ આ માહિતી મળી છે.

અશ્વિનની ફિરકીમાં ફરી એક વખત ઇંગ્લેન્ડના ખેલાડીઓ ફસાયા હોય તેવું કહી શકાય છે. તેણે ધડાધડ વિકેટો લઈને ભારતીય ઇતિહાસના પન્ને પોતાનું નામ નોંધાવ્યું છે. તે ફરી એક વખત રેકોર્ડની ઝંડી લગાવતો જોવા મળ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર પણ સતત તેની ચર્ચા ચાલુ છે. તો ચાલો આપણે જાણીએ કે રવિચંદ્ર અશ્વિને આજે કયો મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

તમને જણાવી દઈએ કે અશ્વિને અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 125 વિકેટો લીધી છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. અત્યાર સુધી કોઈ ખેલાડી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 125 વિકેટ લઈ શક્યો નથી. આ ઉપરાંત ટેસ્ટ ફોર્મેટમાં તેના નામે અન્ય ઘણા રેકોર્ડ પણ નોંધાયા છે. તેના કારણે ભારતીય ટીમને આજે શરૂઆતમાં જ મુશ્કેલીની સ્થિતિમાં સફળતાઓ મળી હતી.

અશ્વિન ઉપરાતે જાડેજા અને અક્ષર પટેલે પણ આજે ઘણું સારું પ્રદર્શન કર્યું છે. તેઓએ પણ ઘણી વિકેટો લીધી છે. જેના કારણે પ્રથમ દિવસે ભારતીય ટીમ ઘણી મજબૂત જોવા મળી છે. હવે આગામી બીજો દિવસ ખૂબ જ અગત્યનો સાબિત થશે તે પણ નક્કી છે. ભારતીય ટીમ પ્રથમ મેચમાં જીત મેળવી તેવી આશા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *