વિરાટ કોહલી પ્રથમ 2 મેચોમાંથી બહાર, રોહિતે તાત્કાલિક 97 સદી અને 34574 રન બનાવનાર આ ખેલાડીને બોલાવ્યો હૈદરાબાદ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પ્રથમ ટેસ્ટ મેચની ભવ્ય શરૂઆત થવાની છે. પાંચ મેચોની આ ટેસ્ટ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. હાલમાં બંને ટીમોના તમામ ખેલાડીઓ પ્રથમ મેચ રમવા માટે હૈદરાબાદ આવી પહોંચ્યા છે અને મેદાન પર સતત પ્રેક્ટિસ કરતા નજરે આવ્યા છે. પ્રથમ મેચ પહેલા ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી ટીમ સાથે જોડાયેલો હતો. હાલમાં જ તેણે બીસીસીઆઇ પાસે પ્રથમ બંને મેચોમાંથી રજા માંગી હતી. આ રજા હાલમાં મંજુર કરવામાં આવી છે. જેથી વિરાટ કોહલી પ્રથમ બે મેચોમાં જોવા મળશે નહીં. આ એક ચિંતાનો વિષય ગણી શકાય છે. આવી સ્થિતિમાં રોહિતે તાત્કાલિક આ સુપર સ્ટાર ખેલાડીને હૈદરાબાદ બોલાવ્યો છે.

રોહિત ફરી એક વખત સિનિયર ખેલાડી સાથે રમતો જોવા મળી શકે છે. તેણે તાત્કાલિક 97 સુધી ફટકારનાર આ ખેલાડીને પ્રથમ મેચમાં સામેલ કરવાનું નક્કી કર્યું છે. હાલમાં તેને તૈયાર રહેવાનું જણાવવામાં આવ્યું છે. તેને હવે ફરી એક વખત રમવાની તક આપવામાં આવશે તેવું લાગી રહ્યું છે. હાલમાં જ અપડેટ આવ્યું છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી ન હોવાના કારણે રોહિતે ચેતેશ્વર પુજારાને ઉતારવાનું નક્કી કર્યું છે હાલમાં પૂજારા ટીમ સાથે જોડાયો નથી પરંતુ તે ટૂંક સમયમાં જ આવી શકે છે. ક્રિકેટ બોર્ડ દ્વારા ઓફિશ્યલી જાહેરાત થયા બાદ તે ટીમ સાથે જોડાશે પુજારા અત્યાર સુધી 97 સદી ફટકારી ચૂક્યો છે. હાલમાં જ તેણે પોતાના કરિયાના 20000 રન પણ પૂર્ણ કર્યા છે અને ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

ચેતેશ્વર પુજારા પહેલેથી ભારતીય ટીમ માટે દીવાલ સમાન રહ્યો છે. તેના હોવાના કારણે અન્ય ખેલાડીઓને પણ ફાયદો મળે છે. આવી સ્થિતિમાં ફરી એક વખત તેને હવે મેદાને ઉતારવામાં આવી શકે છે. ભારતીય ટીમની બેટિંગ લાઇન ફરી એક વખત બદલાયેલી જોવા મળશે તે નક્કી છે. પ્રથમ બંને મેચો ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *