વિરાટ કોહલી ત્રણેય મેચોમાંથી બહાર, BCCIએ તાત્કાલિક 151 રન બનાવનાર આ ઘાતક ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે મળ્યું સ્થાન…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ બંને મેચો પૂર્ણ થઈ ચૂકી છે. હવે બાકીની ત્રણેય મેચો શરૂ થવાની છે. બંને ટીમોના તમામ ખેલાડીઓ હાલમાં ત્રીજી મેચ રમવા માટે રાજકોટ આવી પહોંચ્યા છે. હાલમાં પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે પરંતુ આ પહેલા બદલાવો અંગે ફરી એક વખત એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે.

ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ બંને મેચોમાં રમતો જોવા મળ્યો નહોતો. તેણે થોડા દિવસો પહેલા બીસીસીઆઇ પાસે રજા માંગી હતી. પોતાના અંગત કારણોસર તે હાલમાં પોતાના ઘેર પહોંચ્યો છે. આ ઉપરાંત હાલમાં બાકીની ત્રણેય મેચોમાંથી પણ તેણે રજા માંગી છે. જેના કારણે બેટિંગ લાઈનમાં બદલાવો થશે. તેનું સ્થાન લેવા માટે હાલમાં 151 રન બનાવનાર આ ખેલાડીને પસંદ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ચેતેશ્વર પુજારા નહીં પરંતુ આ સુપર સ્ટાર ખેલાડી કોહલીના રિપ્લેસમેન્ટ તરીકે ભારતીય ટીમમાં એન્ટ્રી કરતો જોવા મળશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને આવો નિર્ણય લેવામાં આવ્યો છે. પુજારાની વધતી ઉમરના કારણે હવે તેને સ્થાન મળશે નહીં. જેથી હવે આ ખેલાડીને તક આપવામાં આવી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન રજત પાટીદારને ફરી એકવાર કોહલીના રિપ્લેસમેન્ટ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. હાલમાં ઇંગ્લેન્ડ-A સામે રમાયેલ મેચમાં તેણે 151 રન બનાવ્યા છે. પ્રથમ બંને મેચોમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું હતું. તેણે આવતાની સાથે જ સારી બેટિંગ પણ કરી છે. આવી સ્થિતિમાં કોહલીના રિપ્લેસમેન્ટ તરીકે હવે તેને મુખ્ય ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.

રજત પાટીદાર થોડા સમય પહેલા વનડે અને ટી-20 ફોર્મેટમાં પણ ભારતીય ટીમમાં જોવા મળ્યો હતો. હવે ટેસ્ટ ટીમમાં તેને તક મળી શકે છે. પુજારા અને રહાણે જેવા ખેલાડીઓ હવે કાયમી માટે બહાર થયા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ આ સમગ્ર મામલો સામે આવતા ફરી એક વખત ખેલાડીઓને સ્થાન બાબતે વિવાદ ઉભો થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *