રોહિત માટે માથાનો દુખાવો બન્યો વિરાટ, આ ઘાતક ખેલાડીને આપી શકે છે નંબર 3 પર તક…
તાજેતરમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઇ રહી છે. 6 ફેબ્રુઆરીના રોજ રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ ટીમ સામે 6 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થયા બાદ 16 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ રમાવાની છે.
વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ઘણા ભારતીય ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા પણ ટીમમાંથી બહાર જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મિડલ ઓર્ડરની નિષ્ફળતા માંથી પસાર થઇ રહી છે.
ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં તેણે 8 રન બનાવ્યા હતા અને બીજી વન-ડે મેચમાં તે 18 રન બનાવીને પોતાની જાતને સતત નિષ્ફળ સાબિત કરી રહ્યો છે. આ ઉપરાંત તે હવે કેપ્ટન રહ્યો નથી, આવી સ્થિતિમાં તેના સ્થાને આ ખેલાડીને નંબર ત્રણ પર તક મળી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. આ ખેલાડીને વિરાટ કોહલીના સ્થાને નંબર ત્રણ પર વન ડાઉન બેટ્સમેન તરીકે તક આપવામાં આવે તો તે સફળ સાબિત થઇ શકે છે. ટેસ્ટ ફોર્મેટમાં આ ખેલાડી ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉતરે છે. પરંતુ લિમિટેડ ઓવરની ક્રિકેટમાં તેને મિડલ ઓર્ડરમાં સ્થાન આપવામાં આવ્યું છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં કેએલ રાહુલ પારિવારિક કારણોસર મેચ રમી શક્યો ન હતો. પરંતુ બીજી વન-ડે મેચમાં તેની વાપસી થતાની સાથે જ 49 રન બનાવીને રનઆઉટ થયો હતો. આ ખેલાડી નંબર ચાર પર હાલમાં બેટિંગ કરી રહ્યો છે પરંતુ જો તેને નંબર ત્રણ પર તક આપવામાં આવે તો તે વધારે રન બનાવી શકે છે.
ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ લાંબી ઇનિંગ્સ રમવા માટે જાણીતો છે. તે કોઇપણ નંબર પર ઉતરીને ઘાતક બેટિંગ કરી શકે છે. ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે અને તેના બેટથી રન નીકળી રહ્યા નથી. આવી સ્થિતિમાં તેના સ્થાને કેએલ રાહુલને તક આપીને કોહલીને ચોથા ક્રમ પર બેટિંગ કરાવી શકાય છે.