ધોનીના આ ખાસ ખેલાડીએ સતત ત્રણ સદી ફટકારતા ટીમ ઇન્ડિયામાં થશે મોટા ફેરફારો…

તાજેતરમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતે 1-0 થી વિજય મેળવ્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવાની છે. સાઉથ આફ્રિકા સામેનો પ્રવાસ 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે. સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમાશે. બીસીસીઆઇ દ્વારા ટેસ્ટ સીરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે.

સાઉથ આફ્રિકા સામેના પ્રવાસમાં ઘણા યુવા ખેલાડીને તક આપવામાં આવી છે. મહેન્દ્રસિંહ ધોનીના નજીકના ખેલાડીએ વિજય હજારે ટ્રોફીમાં સતત ત્રણ સદી ફટકારતા વિશ્વ જગતમાં પ્રખ્યાત થયો છે. તમને જણાવી દઇએ કે, તે ખેલાડી ઋતુરાજ ગાયકવાડ છે. મહારાષ્ટ્રનો કેપ્ટન અને ઓપનિંગ ખેલાડી ઋતુરાજ ગાયકવાડ હાલ તેના કરિયરના સૌથી બેસ્ટ ફોર્મમાં ચાલી રહ્યો છે.

ઋતુરાજ ગાયકવાડે શનિવારે કેરળ સામે 129 બોલમાં 124 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા, જેના કારણે મહારાષ્ટ્રનો સ્કોર 50 ઓવરમાં 291 રન થયો હતો. ઋતુરાજ ગાયકવાડને રાહુલ ત્રિપાઠીનો સંપૂર્ણ ટેકો મળ્યો, તેઓએ સાથે મળીને ત્રીજી વિકેટ માટે 195 રન બનાવ્યા હતા. જોકે, ત્રિપાઠી પોતાની સદી પૂરી કરી શક્યો નહોતો અને 99 રન બનાવીને આઉટ થયો હતો.

હાલમાં ચાલી રહેલી વિજય હજારે ટ્રોફીમાં ઋતુરાજ ગાયકવાડે સતત ત્રીજી સદી ફટકારી છે. આ પહેલા મધ્યપ્રદેશ સામે 136 રન અને છતીસગઢ સામે 154 રન બનાવ્યા હતા. સતત ત્રણ સદી ફટકારતા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. મહેન્દ્રસિંહ ધોની સાથે આ ખેલાડી આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમે છે. આ ખેલાડી ધોનીના પસંદગીદાર ખેલાડીમાંનો એક છે.

ઋતુરાજ ગાયકવાડે આઇપીએલ 2021 માં રનોનો વરસાદ કર્યો હતો. આઇપીએલ 2021માં તેણે 16 મેચમાં 45.35ની એવરેજ અને 136.26ની સ્ટ્રાઇક રેટથી 635 રન બનાવ્યા હતા. ગાયકવાડ ઓરેન્જ કેપને લાયક હતો. આ દરમિયાન તેણે તેની કારકિર્દીની પ્રથમ આઇપીએલ સદી પણ ફટકારી હતી.

ઋતુરાજ ગાયકવાડે પોતાના પ્રદર્શનના આધારે સાઉથ આફ્રિકા પ્રવાસ પર ભારતીય ટીમમાં પ્રવેશવાનો રસ્તો સાફ કરી દીધો છે. એવું લાગી રહ્યું છે કે પસંદગીકારો પણ તેની અવગણના કરી શકશે નહીં. ટીમ ઇન્ડિયામાં મજબૂત દાવેદાર તરીકે ઋતુરાજ ગાયકવાડનું નામ મોખરે છે. હેટ્રિક સદી ફટકારનારો આ ખેલાડી ધોનીનો ખાસ ખેલાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *