આ બે મોટા બદલાવો સાથે બીજી ટી-20 મેચમાં મેદાને ઉતરશે ભારતીય ટીમ…

ભારતીય ટીમે 16 ફેબ્રુઆરીના રોજ રમાયેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ચાર વિકેટ ગુમાવીને ભવ્ય જીત મેળવી હતી. તેની સાથે જ ભારતીય ટીમે 1-0ની લીડ મેળવી છે. 18 ફેબ્રુઆરીના રોજ રમાનારી બીજી ટી-20 મેચમાં ભારતીય ટીમ વિજય મેળવીને સમગ્ર સિરીઝ પર જીત મેળવવા પ્રયત્ન કરશે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમે 157 રન બનાવ્યા હતા . ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતીય ખેલાડીઓએ ચાર વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. આ સાથે જ આ મેચ પર વિજય પ્રાપ્ત કર્યો હતો.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા દ્વારા ઘણા ખેલાડીઓને તક આપવામાં આવી હતી. મેચ જીત્યા બાદ પણ બે મોટા બદલાવ સાથે ભારતીય ટીમ બીજી ટી-20 મેચમાં મેદાને ઉતરી શકે છે. તો ચાલો જાણીએ કે કયા ખેલાડીઓ બીજી ટી-20 મેચમાંથી બહાર થઇ શકે છે.

તમને જણાવી દઇએ કે પ્રથમ ટી-20 મેચ દરમિયાન ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરને બહાર રાખવામાં આવ્યો હતો, કારણકે ભારતીય ટીમને મિડલ ઓર્ડરમાં બોલિંગ કરી શકે તેઓ ખેલાડી જોઇતો હતો. આવી સ્થિતિમાં વેંકટેશ ઐયરને સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે ખાસ કમાલ કર્યો નથી. આવી સ્થિતિમાં ફરી એકવાર શ્રેયસ ઐયરને આવનારી મેચમાં સ્થાન આપવામાં આવશે.

આ ઉપરાંત પ્રથમ ટી-20 મેચમાં ફ્લોપ સાબિત થયેલા ભુવનેશ્વર કુમારને મેચમાંથી બહાર કરી શકે છે. તેણે 4 ઓવરમાં 31 રન આપીને ફક્ત એક જ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત લાંબા સમયથી તે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હોવા છતાં તેને તક આપવામાં આવી હતી, પરંતુ તે ફરી એકવાર નિષ્ફળ સાબિત થયો. આવી સ્થિતિમાં તેના સ્થાને મોહમ્મદ સિરાજને તક મળી શકે છે.

ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાની હેઠળ બીજી ટી-20 મેચ જીતવા માટે મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને ઉતરી શકે છે. ભારતીય ટીમ આ બે મોટા ફેરફાર કરીને બીજી મેચ પર વિજય હાંસલ કરવાનો પ્રયત્ન કરશે. હાલમાં તમામ ભારતીય ખેલાડીઓ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. ભારતીય ટીમ બીજી ટી-20 મેચ જીતીને સમગ્ર સિરીઝ પર કબજો કરવા પ્રયત્ન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *