આફ્રિકા પ્રવાસની સાથે જ આ ઘાતક ખેલાડીનું ક્રિકેટ કરિયર પણ થયું સમાપ્ત…

હાલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઇ રહી છે. આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમ પ્રથમ બંને વન-ડે મેચ હારી ગઇ છે. આ સાથે જ ભારતીય ટીમ વન-ડે સિરીઝમાંથી બહાર થઇ છે. આ પહેલા ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝ પણ હારી ગઇ હતી. આફ્રિકા પ્રવાસ ભારતીય ટીમ માટે સદંતર નિષ્ફળ સાબિત થયો છે.

આફ્રિકા પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ઓપનિંગ ખેલાડી રોહિત શર્મા અને ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થયા હોવાને કારણે પ્રવાસમાંથી બહાર રહ્યા હતા. આવા કારણોસર ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી. સમગ્ર પ્રવાસ દરમિયાન આ બંને ખેલાડીઓની ભારે ખોટ વર્તાઇ રહી હતી.

આફ્રિકા પ્રવાસ દરમિયાન ઘણા ખેલાડીઓ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા હતા. ઘણા અનુભવી ખેલાડીઓને તક આપવામાં આવી હતી. પરંતુ તેઓ પણ પોતાને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આફ્રિકા પ્રવાસ પૂર્ણ થતાની સાથે જ આ અનુભવી ખેલાડીનું કરીયર સમાપ્ત થવાના આરે હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ ખેલાડી ફ્લોપ સાબિત થઇ રહ્યો છે.

ભારતીય બેટ્સમેન અજિંકય રહાણે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં તેને સ્થાન આપવામાં આવ્યું હતું. અનુભવના કારણે ત્રણેય મેચમાં તેને તક આપવામાં આવી હતી. પરંતુ તે પોતાના પ્રદર્શનમાં સતત ફ્લોપ સાબિત થયો હતો. આવા કારણોસર તેનું કરીયર સમાપ્ત થઇ શકે છે.

ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણેએ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 9 રન અને બીજી ઇનિંગમાં તે ફક્ત 1 રન બનાવીને આઉટ થયો હતો. જેના કારણે ભારતીય મિડલ ઓર્ડર વેરવિખેર થઇ જતો હતો. ત્રીજી ટેસ્ટ મેચ હારતાની સાથે જ ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ પણ હારી ગઇ હતી.

અજિંક્ય રહાણે ભારતીય ટીમ માટે ખૂબ જ અગત્યનો ખેલાડી ગણાતો હતો. અજિંક્ય રહાણેએ ભારતીય ટીમ માટે 82 ટેસ્ટ મેચમાં 4931 રન ફટકાર્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેનું બેટ ચાલી રહ્યું નથી. તે લાંબી ઇનિંગ્સ રમી શકતો નથી. આવી સ્થિતિમાં અજિંક્ય રહાણેની કારકિર્દી સમાપ્ત થશે અને તેના સ્થાને યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *