રોહિતની વાપસી થતા અશ્વિનના સ્થાને આ ઘાતક ખેલાડીની થઇ ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી…
સાઉથ આફ્રિકા પ્રવાસ પૂર્ણ થયા બાદ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે શરૂ થવાની છે. બીસીસીઆઇ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પણ કરવામાં આવી છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે.
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીને કેપ્ટનશીપમાંથી હટાવ્યા બાદ રોહિત શર્માને વન-ડેની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. પરંતુ આફ્રિકા પ્રવાસ પહેલા તે ઇજાગ્રસ્ત થવાના કારણે સમગ્ર સિરીઝમાંથી બહાર થયો હતો. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં તેની વાપસી થઇ છે. તેથી કેએલ રાહુલને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.
સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિચંદ્રન અશ્વિન પોતાના પ્રદર્શનમાં સતત નિષ્ફળ સાબિત થયો છે. ચાર વર્ષ બાદ તેણે વાઇટ બોલ ક્રિકેટમાં વાપસી કરી હતી. પરંતુ આફ્રિકા પ્રવાસ દરમિયાન તે વિકેટ લેવામાં સફળ રહ્યો નહીં. આવી સ્થિતિમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેના સ્થાને આ ઘાતક ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે આ ખેલાડી કુલદીપ યાદવ છે. કુલદીપ યાદવ ભારતીય ટીમમાં ચાઇનામેન બોલર તરીકે ઓળખાય છે. ભારતીય ટીમમાં કુલદીપ યાદવ ઘણું અગત્યનું સ્થાન ધરાવતો હતો. કુલદીપ યાદવના બોલને રમવું કોઇ પણ બેટ્સમેન માટે સરળ હતું નહીં. તે વિદેશી પ્રવાસમાં પણ વિકેટ લઇને કમાલ કરતો હતો.
કુલદીપ યાદવ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર રહ્યો છે. ઇજાને કારણે ટીમમાંથી બહાર થયા બાદ તેની વાપસી થઇ નથી. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ કુલદીપ યાદવની સતત અવગણના કરવામાં આવતી હતી. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં રોહિત શર્માની એન્ટ્રી થતાની સાથે જ આ ખેલાડી ટીમમાં સામેલ થયો છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સામેની તમામ મેચો હોમ ગ્રાઉન્ડ પર રમાવાની છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા આ ખેલાડીને ટીમમાં સામેલ કરી શકે છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થયા બાદ ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાવાની છે. આ બંને સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.