રોહિત શર્માએ વાપસી કરતાની સાથે જ આ ઘાતક ખેલાડીને કર્યો ટીમ ઇન્ડિયામાંથી બહાર…
સાઉથ આફ્રિકા પ્રવાસ પુર્ણ થયા બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ અને ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે પ્રથમ વન-ડે મેચની શરૂઆત થશે. બીસીસીઆઇ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ઘણા લાંબા સમયથી ઇજાને કારણે બહાર રહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માની વેસ્ટ ઇન્ડીઝ સિરીઝમાં વાપસી થશે. આ ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આવનારા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.
સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં કારમી હાર બાદ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રોહિત શર્માની વાપસી થતાની સાથે જ કેટલાક ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. આજે એક એવા ખતરનાક ખેલાડીની વાત કરીએ કે જે ચાર વર્ષ બાદ ટીમમાં પરત ફર્યો હતો. પરંતુ ખરાબ પ્રદર્શનના કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેને બહાર કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે આ ખેલાડી રવિચંદ્રન અશ્વિન છે. રવિચંદ્રન અશ્વિનને છેલ્લા ચાર વર્ષ દરમિયાન ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. ટી-20 વર્લ્ડ કપમાં તેણે જોરદાર વાપસી કરી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ શાનદાર બોલિંગ કરી હતી. પરંતુ સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન આ ખેલાડી ફ્લોપ સાબિત થવાને કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો છે.
સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન રવિચંદ્રન અશ્વિન વિકેટ લેવામાં નિષ્ફળ સાબિત થતો હતો. આ ઉપરાંત તે રન પણ આપી રહ્યો હતો. આવી પરિસ્થિતિમાં તે સતત ફ્લોપ સાબિત થતો હતો. રોહિત શર્માની વાપસી થતાની સાથે જ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેના સ્થાને અન્ય યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે અને લાંબા સમય બાદ દિપક હુડા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, આવેશ ખાન જેવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ ખેલાડીઓ તકનો લાભ ઉઠાવીને ભારતીય ટીમ માટે સફળ સાબિત થઇ શકે છે.