રોહિત શર્માની વાપસી થતાં આ ઘાતક ખેલાડીનું પત્તું કપાશે, જાણો કોની થશે એન્ટ્રી…

ભારત અને આફ્રિકા સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝમાં ભારતને 0-3થી હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા પણ ભારતીય ટીમ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ હારી ચૂકી હતી. આફ્રિકા પ્રવાસ પુર્ણ થયા બાદ 6 ફેબ્રુઆરીથી ભારત ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમવાની છે. બીસીસીઆઇ દ્વારા ટૂંક સમયમાં ભારતીય ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવશે.

આફ્રિકા સામેની સિરીઝમાં રોહિતની ગેરહાજરી હોવાના કારણે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. કેએલ રાહુલ પોતાની કેપ્ટનશીપમાં સતત નિષ્ફળ સાબિત થયો હતો. આગામી વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રોહિત શર્મા ફરીથી મેદાન પર જોવા મળી શકે છે અને તેની વાપસી થતાંની સાથે જ ટીમમાં પણ મોટા બદલાવ થઇ શકે છે.

આફ્રિકા સામેની હાર માટે ઘણા ખેલાડીઓ જવાબદાર છે. ભારતીય બેટ્સમેનો અને બોલરો પોતાના પ્રદર્શનમાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે. રોહિત શર્મા આવતાની સાથે જ આ ઘાતક ખેલાડીને ટીમ ઇન્ડિયામાંથી બહાર કરી શકે છે. આ ઘાતક ખેલાડીએ સતત ખરાબ પ્રદર્શન કરવાને કારણે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાંથી સ્થાન ગુમાવી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં શ્રેયસ ઐયરને ત્રણેય મેચમાં પાંચ નંબર પર સ્થાન આપીને ઘણી તકો આપવામાં આવી હતી. પરંતુ તે ફ્લોપ સાબિત થયો હતો. તેણે પ્રથમ વન-ડેમાં 17, બીજી વન-ડેમાં 11 અને ત્રીજી વન-ડેમાં 26 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. તે આઉટ થયા પછી ટીમ ઇન્ડિયાનો બેટિંગ ઓર્ડર વેરવિખેર થઇ જતો હતો. તેથી ટીમ ઇન્ડિયા મોટો સ્કોર બનાવી શકતી નહોતી અને હારનો સામનો કરવો પડ્યો હતો.

શ્રેયસ ઐયરના ખરાબ પ્રદર્શન પછી એક વાત નક્કી થઇ છે કે તેની ટીમ ઇન્ડિયામાં જગ્યા રહી નથી કારણ કે પાંચ નંબર પર એવા બેટ્સમેનની જરૂર છે કે જે પોતાની વિકેટ છેલ્લે સુધી જાળવી રાખે અને ટીમને જીતની નજીક લઇ જાય. 6 ફેબ્રુઆરીથી શરૂ થતી વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં આ ખેલાડી બહાર થઇ શકે છે અને અન્ય યુવા ખેલાડીઓને તક મળી શકે છે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે છ ફેબ્રુઆરીથી શરૂ થતી ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં શ્રેયસ ઐયરના સ્થાને સૂર્યકુમાર યાદવને તક આપી શકે છે. સૂર્યકુમાર યાદવ રોહિત શર્માનો ફેવરિટ ખેલાડી ગણાય છે. ટીમ ઇન્ડિયામાં સુર્યકુમાર યાદવને નંબર પાંચ પર બેટિંગ કરવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ ખેલાડી ચારેબાજુ શોટ મારવા માટે પ્રખ્યાત થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *