રોહિતની વાપસીથી રાહુલનું ટેન્શન વધ્યું, હવે આ નંબર પર કરવી પડશે બેટિંગ…
આફ્રિકા પ્રવાસ પહેલા રોહિત શર્મા મુંબઇ ટ્રેનિંગ કેમ્પ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે સમગ્ર આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઇ ગયો હતો. પરંતુ હવે તે એકદમ ફીટ થઇ ગયો છે અને 6 ફેબ્રુઆરીથી શરૂ થનાર વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ માટે તે ટીમ ઇન્ડિયામાં સામેલ થઇ ગયો છે. આવી સ્થિતિમાં ટીમ કોમ્બિનેશનને લઇ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
રોહિત શર્મા ની વાત છે તથા ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળ્યા છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 સિરીઝમાં ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે આફ્રિકા પ્રવાસ પર ખરાબ પ્રદર્શન કરનારા ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.
રોહિત શર્માની વાપસી થતાં રાહુલનું ટેન્શન વધી ગયું છે. તમને જણાવી દઇએ કે આફ્રિકા પ્રવાસે વન-ડે સિરીઝમાં રોહિત શર્માના સ્થાને શિખર ધવનને સ્થાન આપવામાં આવ્યું હતું અને શિખર ધવને આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં જબરદસ્ત પ્રદર્શન કરી પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તેથી રોહિતની વાપસી થતાં રાહુલનું ટેન્શન વધી ગયું છે.
વેસ્ટ ઇન્ડીઝ સામે 6 ફેબ્રુઆરીથી શરૂ થનાર વન-ડે સિરીઝમાં શિખર ધવનની સાથે રોહિત શર્મા ઓપનિંગ કરશે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થઇ રહ્યો છે કે રાહુલ કયા નંબર પર બેટિંગ કરવા આવશે. જે વન-ડે ટીમનો વાઇસ કેપ્ટન પણ છે.
વન-ડે સિરીઝમાં શિખર ધવનની સાથે રોહિત શર્મા ઓપનિંગ કરવા માટે ઉતરશે. ત્યારબાદ નંબર 3 પર વિરાટ કોહલી અને નંબર 4 પર રિષભ પંત બેટિંગ કરશે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ પાસે નંબર 5 પર બેટિંગ કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ બચ્યો નથી. તેથી રાહુલને નંબર 5 પર બેટિંગ કરવી પડશે.
આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમનો મિડલ ઓર્ડર ફ્લોપ સાબિત થયો હતો. આવી સ્થિતિમાં જો રાહુલ નંબર 5 પર બેટિંગ કરવા માટે ઉતરશે તો ટીમ ઇન્ડિયાને જબરદસ્ત બેલેન્સ મળશે. નંબર 5 પર બેટિંગ કરવાની સાથે કેએલ રાહુલ વિકેટકીપિંગ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.