કોહલીની વાપસી સાથે જ આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઇન્ડિયામાં થશે એન્ટ્રી…

ભારતીય ટીમ હાલ ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં સાઉથ આફ્રિકાનો સામનો કરી રહી છે. આ સિરીઝ હાલ 1-1 થી બરાબર છે. ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં 11 જાન્યુઆરીથી રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ જીતવામાં વિરાટ કોહલી કોઇ કસર છોડવા માંગતો નથી. આ મેચ જીતીને ભારતીય ટીમ સમગ્ર સિરીઝમાંથી જીત હાંસલ કરવા ઇચ્છે છે.

ભારતીય ટીમ તેની ખરાબ બેટિંગના કારણે બીજી ટેસ્ટ મેચ હારી ગઇ હતી. ભારતીય સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન વિરાટ કોહલી ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરશે. આવી સ્થિતિમાં તે પ્લેઇંગ ઇલેવનમાં પણ ફેરફાર કરી શકે છે. ભારતીય ટીમમાં ઘણા મેચવિનર ખેલાડીઓ છે. તેઓને વિરાટ કોહલી ત્રીજી ટેસ્ટ મેચમાં તક આપી શકે છે.

બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની ગેરહાજરીના કારણે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની વાપસી થતાં જ ખેલાડીઓની ફેરબદલી થશે. ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં આ ઘાતક ખેલાડીની એન્ટ્રી થઇ શકે છે. આ ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપીને કોહલી તેની સાથે ન્યાય કરવા ઇચ્છે છે.

સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં શ્રેયસ ઐયરને તક મળી શકે છે. શ્રેયસે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. પોતાની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારીને બધાના દિલ જીતી લીધા હતા. શ્રેયસ ઐયર જ્યારે પોતાની લયમાં હોય છે ત્યારે કોઇપણ બોલિંગ ઓર્ડરને તોડી શકે છે.

બીજી ટેસ્ટ મેચમાં ટોપ ઓર્ડરનો કોઇ પણ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. જેના કારણે મિડલ ઓર્ડર પણ ઘણું દબાણ જોવા મળ્યું હતું. અજિંક્ય રહાણેએ અડધી સદી ફટકારી હતી પરંતુ તે મેચ જીતવા માટે અપૂરતી હતી. તેની ધીમી બેટિંગના કારણે તે બહાર થઇ શકે છે અને મિડલ ઓર્ડરમાં શ્રેયસ જેવા મજબૂત ખેલાડીને સામેલ કરવામાં આવી શકે છે. તેની પાસે ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં રમવાના તમામ ગુણો છે.

ભારતને બીજી ટેસ્ટ મેચમાં 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ જીતી હોવાથી હાલમાં બંને ટીમો 1-1 ની બરાબરીથી ચાલી રહી છે. ત્રીજી ટેસ્ટ મેચ જીતવા પર બંને ટીમોની નજર રહેશે. ભારતીય ટીમ હાલ ત્રીજી ટેસ્ટ મેચ જીતીને સિરીઝ પર જીત હાંસલ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *