કોહલીની વાપસી સાથે જ આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઇન્ડિયામાં થશે એન્ટ્રી…

ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે. જોહાનિસબર્ગમાં હાલમાં બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી ત્રણ વનડે મેચની સિરીઝ રમાશે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં સામેલ કરવામાં આવ્યા છે.

બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા ભારતનો કેપ્ટન વિરાટ કોહલી ફિટ ન હોવાને કારણે મેચમાંથી બહાર થયો હતો. આવા કારણોસર કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્રીજી ટેસ્ટ મેચમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓ બહાર થઇ શકે છે.

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આફ્રિકા સામેની બંને ટેસ્ટ મેચોમાં તક આપવામાં આવી હતી. આ ખેલાડી કંઇ સારું પ્રદર્શન કરી શક્યો નહીં. હાલમાં શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહની બોલિંગ ત્રિપુટી સામે આ બોલર ટકી શક્યો નથી. વિદેશી બેટ્સમેનો આ ખેલાડીની બોલિંગ પર સરળતાથી રન બનાવી રહ્યા છે.

ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની વાપસી થતાની સાથે જ ભારતીય ઘાતક બોલર ઉમેશ યાદવને ટીમમાં સ્થાન મળી શકે છે. ઉમેશે પોતાની બોલિંગથી ટીમ ઇન્ડિયાને ઘણી મેચો જિતાડી છે. સાઉથ આફ્રિકાની પીચો હંમેશા ઝડપી બોલરો માટે મદદરૂપ રહી છે. પ્રથમ અને બીજી ટેસ્ટ મેચમાં ઘાતક બોલર ઉમેશ યાદવને રમવાની તક મળી ન હતી. પરંતુ ત્રીજી ટેસ્ટ મેચમાં તેને તક મળી શકે છે.

ઉમેશ યાદવ ખૂબ જ ખતરનાક બોલર છે. ભારત માટે 50 ટેસ્ટ મેચમાં 156 વિકેટ લીધી છે. આ સાથે જ 75 વનડે મેચમાં 106 વિકેટ ઝડપી છે. તે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમનાર ખેલાડી છે. આ સમયે મોહમ્મદ સિરાજ કંઇ ખાસ કમાલ બતાવી શક્યો નથી. આવી સ્થિતિમાં ઉમેશ યાદવને સ્થાન મળી શકે છે.

ઉમેશ યાદવ આ પહેલા પણ ભારતીય ટીમમાં ઘણી વખત રેકોર્ડ નોંધાવી ચૂક્યો છે. ભારતીય ટીમ ઉમેશ યાદવને ત્રીજી ટેસ્ટ મેચમાં તક આપી શકે છે. ઉમેશ યાદવ આ તકનો લાભ ઉઠાવીને ભારતીય ટીમમાં સ્થાન નિશ્ચિત કરી શકે છે. ભારતીય ટીમ આ સિરીઝ જીતીને ઇતિહાસમાં રેકોર્ડ નોંધાવવા પ્રયત્ન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *